ફિલ્મ જગત
News of Thursday, 8th April 2021

મશહુર ડાન્‍સ કોરિયોગ્રાફર અને ટીવ રિયાલીટી શો ડાન્‍સ દિવાને-3ના જજ ધર્મેશને કોરોનાઃ માધુરી દિક્ષીતનો રિપોર્ટ નેગેટીવ

નવી દિલ્હી: કોરોના વાયરસે એકવાર ફરીથી  દેશભરમાં કોહરામ મચાવ્યો છે. રોજેરોજ સંક્રમિતોની સંખ્યા રેકોર્ડબ્રેક વધી રહી છે. આજે તો દેશભરમાંથી 1.26 લાખ કરતા વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા છે. હવે એવા સમાચાર છે કે મશહૂર ડાન્સ કોર્યોગ્રાફર અને ટીવી રિયાલિટી શો ડાન્સ દીવાને 3ના જજ ધર્મેશ યેલાન્ડે પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. હવે તે આગામી કેટલાક દિવસ સુધી શોનો ભાગ રહેશે નહીં.

18 ક્રુ મેમ્બર્સ હતા કોરોના પોઝિટિવ

અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા જ આ શોના 18 જેટલા ક્રુ મેમ્બર્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ શો સાથે જોડાયેલા અન્ય લોકોના પણ ટેસ્ટ કરાવવામાં આવ્યા. જેમાંથી ધર્મેશ અને શોના પ્રોડ્યુસર અરવિંદ રાવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજીબાજુ માધુરી દીક્ષિત અને હોસ્ટ રાઘવ જુયાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ધર્મેશની જગ્યા લેશે આ સિતારા

હાલ ધર્મેતરફથી કોરોના પોઝિટિવ હોવા અંગે કોઈ જાણકારી સામે આવી નથી. મીડિયા રિપોર્ટસ મુજબ ધર્મેશ તે સમયે ગોવામાં હતો જ્યારે તેને કોરોનાના હળવા લક્ષણો ત્યાં મહેસૂસ થયા હતા. હવે કહેવાય છે કે થોડા સમય સુધી ધર્મેશની જગ્યા કોર્યોગ્રાફર પુનિત પાઠક અને શક્તિ મોહન જજ તરીકેની ખુરશી સંભાળશે.

આ હસ્તીઓ પણ થઈ છે કોરોના પોઝિટિવ

અત્રે જણાવવાનું કે ધર્મેશ ઉપરાંત ગત બુધવારે જાણીતી અભિનેત્રી નગ્મા પણ કોરોના પોઝિટિવ આવી છે. જ્યારે કેટરીના કૈફ, વિક્કી કૌશલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર,અક્ષયકુમાર, આમિર ખાન, આર માધવન, ભૂમિ પેડણેકર, અને તારા સુતરિયા જેવા અનેક સિતારાઓ પણ કોરોનાની ઝપેટમાં આવેલા છે.

(5:19 pm IST)