News of Monday, 8th April 2019
સાઈન નેહવાલની બાયોપિક માટે ખુબ મહેનત કરી રહી છે પરિણીતી ચોપરા
મુંબઈ: બોલિવૂડની અભિનેત્રી પરિણીતી ચોપરા ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાયના નેહવાલ બનવા માટે સખત મહેનત કરી રહી છે. પરિણીતી ચોપરાની ફિલ્મ કેસરી તાજેતરમાં રજૂ થઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હીટ રહી છે. તે ટૂંક સમયમાં જ સાઇના નેહવાલના જીવનચરિત્રમાં જોવા મળશે. પરિણીતીએ પણ ફિલ્મ માટે કામ કરવાનું શરૂ કર્યું છે.
(5:40 pm IST)