ફિલ્મ જગત
News of Monday, 8th March 2021

પહેલા તો મને એ રોલ માટે ખચકાટ થયો'તોઃ સુપ્રિયા

ટીવી અને ફિલ્મોની અભિનેત્રી સુપ્રિયા પિલગાંવકરે કહ્યું હતું કે એ રોલ કરતાં પહેલા મને થોડો ખચકાટ થયો હતો. લોકડાઉન શરૂ થયું એના આગળના દિવસે જ અમારી ફિલ્મ સૂરજ પે મંગલ ભારીનું શુટીંગ પુરૂ થઇ ગયું હતું. આ કારણે મારે લોકડાઉનમાં શાંતિથી દિવસો પસાર થઇ ગયા હતાં. ફિલ્મનું કામ અધુરૂ રહી ગયાની ચિંતા નહોતી. આ ફિલ્મમાં મને મનોજ બાજપાઇની માતાનો રોલ મળ્યો હતો. પહેલા તો મેં ખચકાટ અનુભવ્યો હતો, કેમ કે મનોજની ઉમર પણ મારા જેવડી જ છે. પરંતુ જ્યારે ખબર પડી કે ફિલ્મમાં તેની ઉમર અસલી ઉમર કરતાં નાની છે ત્યારે મને લાગ્યું કે આ રોલ મારા માટે બરાબર જ છે. આ એક હળવી સુંદર મજાની લાઇટહાર્ટ કોમેડી છે. સુપ્રિયાની આ ફિલ્મ લોકડાઉન વચ્ચે જ ઓટીટી પ્લેટફોર્મ પર આવી હતી. સુપ્રિયા કહે છે ઓટીટી પ્લેટફોર્મ એ ફિલ્મો અને ટીવીના માધ્યમને જોડનારી કડી જેવું છે. ટીવી શો કરતાં સિરીઝને તેર-ચોૈદ એપિસોડમાં બનાવી શકાય છે. પણ ફિલ્મોને અઢી કલાકમાં જ સમાવી લેવી પડે છે.

(10:10 am IST)