ફિલ્મ જગત
News of Monday, 8th March 2021

ડર તમને પાછળ રાખી દે છેઃ ક્રિતી

બોલીવૂડ અભિનેત્રી ક્રિતી સેનન તેને મળી રહેલી મોટી ફિલ્મોને કારણે હાલમાં સતત ચર્ચામાં છે. ટાઇગર શ્રોફ સાથે હિરોપંતી ફિલ્મથી અભિનય શરૂ કરનારી ક્રિતી પાસે હવે સતત કામ કરે છે. આ વર્ષ તે નવી ફિલ્મોના કામમાં અત્યંત વ્યસ્ત રહેવાની છે. ક્રિતીની ફિલ્મો બચ્ચન પાંડે, મિમી, આદિપુરૂષ, ભેડિયા, ગનપતનું કામ ચાલી રહ્યું છે. ક્રિતી કહે છે તમારે અહિ સફળ થવું હોય તે સતત ડર અને સતર્કતા રાખવાની જરાપણ જરૂર નથી. ભય હશે તો તમે પાછળ ધકેલાઇ જશો. કયા પ્રોજેકટમાં તમારે શું કરવાનું છે એ જાણીને આગળ વધો તો ડર હોતો જ નથી. ફિલ્મ, સ્ટોરી  અને દ્રશ્યોની તમને પહેલેથી જ જાણ હોય છે. તમે એ પણ જાણી શકો કે કંઇક અલગ તમે કરી રહ્યા છો. પ્રયોગો કરતાં રહેવા પણ જરૂરી છે. હું જે ફિલ્મો હાલમાં કરી રહી છું તેના પર મને પુરેપુરો વિશ્વાસ છે. ડરવાને બદલે સારું અને મહેનતથી કામ કરો તો કંઇ ઘટે નહિ. બધુ સારું કરશો તો પરિણામ પણ સારુ જ હશે.

(10:10 am IST)