ફિલ્મ જગત
News of Friday, 8th March 2019

મધ્યપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સલમાન ખાનની પસંદગી

મુંબઈ: બોલિવૂડના દબંગ સલમાન ખાન હવે મધ્યપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર બનશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની માહિતી આપી છે. કમલનાથે કહ્યું કે,‘મે આ વિશે સલમાન ખાન સાથે ચર્ચા કરી છે. તેને પણ આ માટે સંમતિ આપી છે.’ તમને બતાવી દઈએ કે સલમાન ખાનનું કુટુંબ મૂળ ઇન્દોરથી સંકળાયેલ છે.રિપોર્ટ મુજબ સલમાન ખાનનું પૌરાણિક નિવાસ ઇન્દોરમાં છે. ત્યાંના જ કલ્યાણમલ નર્સિંગ હોમમાં તેનો જન્મ થયો હતો. સલમાન ખાને ગ્વાલિયરના સિંધિયા સ્કૂલમાં પણ સમય પસાર કર્યો છે. સલમાનના પિતા સલીમ ખાન ઇન્દોરમાં જ મોટા થયા હતા. પછી તેઓ કામની શોધમાં મુંબઈ આવ્યા. મુંબઈમાં શરૂઆતમાં તેમને એક્ટર તરીકે કામ કર્યુ પરંતુ ત્યાર બાદ તેમને એક સફળ રાઇટર તરીકે પોતાની ઓળખ બનાવી. જોકે સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન જલ્દી ફિલ્મ ભારતમાં નજરે આવશે. આ ફિલ્મમાં સલમાનના અપોઝિટ કેટરીના કૈફ છે. ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે.

(4:51 pm IST)