ફિલ્મ જગત
News of Wednesday, 8th February 2023

‘કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્‍મનું શૂટિંગ સલમાને પૂરૂ કર્યુ

મુંબઈ, તા.૮: બોલીવુડ સુપરસ્‍ટાર સલમાને ખાને જાહેરાત કરી છે કે પોતે એની આગામી નવી હિન્‍દી ફિલ્‍મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન'નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ એક્‍શન ફિલ્‍મનું દિગ્‍દર્શન ફરહાદ સામજીએ કર્યું છે. ફિલ્‍મ આ વર્ષની ૨૧ એપ્રિલે ઈદના તહેવારમાં દેશભરમાં થિયેટરોમાં રિલીઝ કરાશે.

આ ફિલ્‍મમાં પૂજા હેગડે અને વેંકટેશ દગ્‍ગુબાતી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્‍મનું નિર્માણ સલમાનના પ્રોડક્‍શન બેનર સલમાન ખાન ફિલ્‍મ્‍સ હેઠળ કરવામાં આવ્‍યું છે.

(4:11 pm IST)