પોતાના બંને બાળકોના જન્મદિવસે કરણ જોહર ભાવુક થયોઃ પોતાના બાળકોની સાથે દિલ જીતી લેનારી તસવીર શેર કરી
નવી દિલ્હીઃ ફિલ્મમેકર કરણ જોહર આમ તો ખુબ ફની અને જોલી વ્યક્તિ તરીકે જાણીતો છે. પરંતુ એક સારો મિત્ર અને વ્યક્તિ હોવાની સાથે તે બે જુડવા બાળકોનો પિતા પણ છે. કરણ જોહરના બાળકો યશ અને રૂહી હાલમાં ત્રણ વર્ષના થઈ ગયા, પોતાના બંન્ને બાળકોના જન્મદિવસ પર કરણ ભાવુક જોવા મળ્યો હતો. આ તકે કરણે પોતાના બાળકોની સાથે દિલ જીતી લેનારી તસવીર શેર કરી છે.
કરણે આ અવસરે જ્યાં એક શાનદાર પાર્ટી આપી જેમાં તમામ સેલિબ્રિટીઓ સામેલ થયા તો પોતાના ફેન્સની સાથે આ ક્ષણને શેર કરવા માટે કરણે ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો છે. પોતાના જુડવા બાળકોના ત્રીજા જન્મદિવસે કરણે યશ અને રૂહીની સુંદર પારિવારિત તસવીર શેર કરી હતી.
આ તસવીરોને શેર કરતા કરણે એક પ્રાઉડ ડેડી હોવાની વાત કરી. તેણે તસવીરો પર એક નોટ પણ લખી છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'હું સોશિયલ સ્ટેટસમાં સિંગલ પેરેન્ટ છું. પરંતુ હકીકતમાં હું ચોક્કસ પણે નહીં. મારી માતા આટલી સુંદરતાથી અને ભાવનાત્મક રૂપથી અમારા માતા-પિતા અમારા બાળકોની સાથે છે. હું આમ ક્યારેય કરી ન શકત.'
આ સાથે તેમણે પોતાની માતાની પ્રશંસા કરતા આગળ લખ્યું, 'તેમના મજબૂત સમર્થન વગર મોટો નિર્ણય મુશ્કેલ હતો. મારા જુડવા બાળકો આજે ત્રણ વર્ષના થઈ ગયા અને ધન્ય થવાની અમારી ભાવના દરેક પસાર થતાં વર્ષની સાથે નવા જોશની સાથે જારી છે. હું રૂહી અને યશની સાથે પૂરા બ્રહ્માંડનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. તેણે મને પૂર્ણ કર્યો.'