ફિલ્મ જગત
News of Saturday, 8th February 2020

'ભૂત'નું અનોખુ પ્રમોશનઃ ડરામણા વિડીયો સોશિયલ મિડીયા પર મુકાશે

મુંબઇ તા. ૮: વિક્કી કોૈશલ અભિનીત ફિલ્મ 'ભૂત-પાર્ટ વન ધ હોન્ટેડ શીપ' રિલીઝ થવા થઇ રહી છે. આ ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી નિર્માતા દ્વારા 'ભૂત સ્કેઅર્સ' નામની શ્રુંખલા થકી દર્શકોને ડરાવશે. ધર્મા પ્રોડકશનની આ ફિલ્મ ભૂતનું પ્રમોશન ચાલી રહ્યું છે. આ માટે એક નવી જ રીત અપનાવાઇ છે. ભૂત સ્કેનર્સ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નાના-નાના વિડીયો દેખાડવામાં આવશે. આ કિલપીંગ ફિલ્મ નિર્માતા અને વિક્કી કોૈશલ પોત પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર પોસ્ટ કરશે. હાલમાં બધુ ડિજીટલ થઇ ગયું છે ત્યારે પ્રમોશનમાં પણ હવે ડિજીટલાઇઝેશનનો નવો નુસ્ખો અજમાવાયો છે. દર્શકો કેટલા આકર્ષિત થાય છે તે જોવું રહ્યું. ૨૧મી ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મનું લેખન અને નિર્દેશન ભાનુપ્રતાપ સિંહે કર્યુ છે. હિરૂ યશ જોહર, કરણ જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખેતાન ફિલ્મના નિર્માતા છે.

(11:39 am IST)