ફિલ્મ જગત
News of Friday, 8th January 2021

મહિનાના અંતમાં રિલીઝ થશે રૂચાની વધુ એક ફિલ્મ

રૂચા ચઢ્ઢા પડકારજનક રોલ નિભાવવા માટે જાણીતી છે. તાજેતરમાં તેની ફિલ્મ શકિલા રિલીઝ થઇ હતી. જેમાં તેણે કારકિર્દીમાં કદી ન ભજવ્યો હોય તેવો રોલ નિભાવ્યો હતો. દર્શકોએ તેનું કામ પસંદ પણ કર્યુ હતું. હવે તે બીજી ફિલ્મ મેડમ ચિફ મિનિસ્ટરને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ પણ અસલી જિંદગી પર આધારીત હોવાનું કહેવાય છે. યુપીના પુર્વ મહિલા મુખ્યમંત્રીના પાત્રમાં રૂચા દેખાશે. આ ફિલ્મનો પહેલો લૂક પણ સામે આવી ગયો છે. જેમાં રૂચા પોતાના શાનદાર લૂકને કારણે ચર્ચામાં આવી છે. ટૂંકા વાળ અને હાથમાં સાવરણા સાથે તે જોવા મળી રહી છે. ફિલ્મ ભુષણ કુમાર બનાવી રહ્યા છે. જેનું નિર્દેશન સુભાષ કપૂર કરી રહ્યા છે. સુભાષે અગાઉ ફસ ગયા રે ઓબામા, જોલી એલએલબી અને જોલી એલએલબી-૨નું નિર્દેશન કર્યુ હતું. રિચાની નવી ફિલ્મ બનીને તૈયાર છે અને તે બાવીસમી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. રૂચા સોશિયલ મિડીયા પર પણ સતત ચર્ચામાં રહે છે.

(10:38 am IST)