ફિલ્મ જગત
News of Wednesday, 8th January 2020

છપાક ફિલ્મમાં આરોપીનું નામ બદલવાનો નવો વિવાદ : મુસ્લિમ આરોપીનું નામ હિન્દુ કેમ રાખ્યું ? : ટ્વીટર પર ઢગલો રિએક્શન

ટ્વીટર પર રાજેશ અને નદીમ ખાન નામ ટ્રેન્ડ : એસિડ એટેક કરનારનું નામ બદલવા પર છપાકના મેકર્સના ઉદ્દેશ્ય પર સવાલ ઉઠ્યા

નવી દિલ્હીઃ JNU વિદ્યાર્થીને સમર્થન આપ્યા બાદથી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક વિવાદોમાં સપડાઈ છે ફિલ્મને બાયકોટ કરવાની માગ થઈ રહી છે. ત્યારે હવે મેકર્સ પણ સવાલોથી ઘેરાયા છે છપાકમાં રિયલ એસિડ એટેકના આરોપી નદીમ ખાનનું નામ બદલીને રાજેશ કરી દેવામાં આવ્યું છે. મુસ્લિમ આરોપીનું નામ બદલીને ફિલ્મમાં હિન્દુ દેખાડવા પર લોકોએ વાંધો ઉઠાવ્યો છે. 

ટ્વીટર પર રાજેશ અને નદીમ ખાન નામ ટ્રેન્ડ થઈ રહ્યાં છે. લોકોએ છપાકના મેકર્સના ઉદ્દેશ્ય પર સવાલ ઉઠાવ્યો છે. એક યૂઝરે લખ્યું- લક્ષ્મી અગ્રવાલના ચહેરા પર નદીમ ખાને એસિડ ફેક્યું હતું. મારો સવાલ છે કે શું ફિલ્મમાં નદીમ ખાનના નામને હિન્દુ નામ રાજેશમાં ફેરવવામાં આવ્યું છે. શું શરમજનક હિન્દુ હજુ પણ ફિલ્મને જોશે

બીજા એક યૂઝરે લખ્યું- જો નદીમ તે છે જેણે લક્ષ્મી પર એસિડ હુમલો કર્યો, જેની સ્ટોરી પર ફિલ્મ છપાક બેસ્ડ છે. તો નદીમને બદલીને રાજેશ કરવું શરમજનક, છેતરપિંડી અને જાણી જોઈને કરેલું કામ છે. ટ્રોલર્સનું કહેવું છે કે મુસ્લિમ આરોપીને હિન્દુ નામ આપવું મેકર્સના એજન્ડાને સૂટ કરે છે. આ રીતે એન્ટી હિન્દુ બોલીવુડ ગેંગ કામ કરે છે. લોકોનું કહેવું છે કે એક ખાસ ધર્મની વિરુદ્ધ નફરત અને પ્રો-હિન્દુ પ્રોપગેન્ડા ફેલાવવામાં આવી રહ્યો છે. 

2005માં લક્ષ્મી અગ્રવાલ (જે તે સમયે 15 વર્ષની વિદ્યાર્થીની હતી) નવી દિલ્હીના ખાન માર્કેટમાં એક બુકસ્ટોર પર જઈ રહી હતી. ત્યારે 32 વર્ષના નદીમે લક્ષ્મી પર એસિડ હુમલો કર્યો હતો. કારણ કે લક્ષ્મી સામાન્ય પરિવારમાંથી હતી તેથી તે બુકસ્ટોરમાં કામ કરીને પરિવારને મદદ કરતી હતી. લક્ષ્મીનો વાંક માત્ર એટલો હતો કે તેણે નદીમ ખાનનું લગ્નનું પ્રપોઝલ ઠુકરાવી દીધું હતું. 

10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી છપાક આવ્યા બાદ ખ્યાલ આવી જશે કે આરોપીનું નામ બદલવામાં આવ્યું છે કે નહીં. પરંતુ ફિલ્મમાં લક્ષ્મી અગ્રવાલનું નામ માલતી રાખવામાં આવ્યું છે. પરંતુ નામની સાથે ધર્મ બદલવા પર સોશિયલ મીડિયા પર મેકર્સે નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.

(8:56 pm IST)