ફિલ્મ જગત
News of Wednesday, 8th January 2020

'જય મમ્મી દી'ની ટીમ કાલે આવશે પતંગોત્સવમાં

આ વર્ષની મોમ કોમ ફિલ્મ 'જય મમ્મી દી' તેના ધમાકેદાર ટ્રેલર અને ગીતોથી લોકોના દિલમાં જગ્યા બનાવી રહી હોવાનું નિર્માતા કહે છે.  ફિલ્મની મુખ્ય જોડી સની સિંહ અને સોનાલી સૈગલ પ્રમોશનમાં વ્યસ્ત  છે. તેના જ ભાગ રૂપે આ ટીમ આવતીકાલે ગુરૂવારે અમદાવાદમાં પતંગ ઉત્સવમાં ફિલ્મનું પ્રમોશન કરશે. ફિલ્મને રિલીઝ અમુક દિવસો જ બાકી છે ત્યારે સની અને સોનાલી પોતાનો જાદુ ફેલાવામાં મશગૂલ છે. તો બીજી તરફ ફિલ્મના દરિયાગંજ, લેમ્બોર્ગિની, મમ્મીનું પસંદ જેવા ગીતોએ ચાર્ટબસ્ટરમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ફિલ્મની આ જોડી આ પહેલા પ્યાર કા પંચનામા-૨માં જોવા મળી હતી. જે બાદ હવે બીજી વખત પોતાની સુપર કેમેસ્ટ્રીનો જાદુ ચલાવવા સિલ્વર સ્ક્રીન પર આવી રહી છે. ફિલ્મ 'જય મમ્મી દી' નવજોત ગુલાટી દ્વારા લિખિત અને નિર્દેશિત છે. તે ઉપરાંત ટી- સીરીઝના ભૂષણ કુમાર અને કૃષ્ણા કુમાર તથા લવ ફિલ્મ્સના લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત છે. ૧૭મી જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થશે.

 

(10:05 am IST)