આમિર ખાનની ભરપુર મહેનત
બોલીવૂડના મિસ્ટર પરફેકશનિસ્ટ અભિનેતા આમિર ખાન હવે ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે આમિરે ખુબ જ મહેનત કરી છે. આમિર ખાનને આ ફિલ્મની ખાસ પળોના શુટીંગમાં ભાગ લેવા માટે દરરોજ પેનકિલર્સ લેવી પડી હતી. આમિરને ખાસ સિકવન્સના શુટીંગ માટે દરરોજ દસથી તેર કિલોમિટર જોગીંગ કરવું પડતું હતું. આ કારણે તેને દુઃખાવો દુર કરવાની ગોળી લેવી પડતી હતી. આમિર સ્પેશિયલ સિકવન્સના શુટીંગમાં હતો ત્યારે તેને દેશભરમાં દોડધામ કરવાની હતી. સતત શારીરિક પરિશ્રમને કારણે તેનેદવા લેવી પડતી હતી. આમિર ખાન શુટીંગ અટકાવવા ઇચ્છતો નહોતો. દાઢીવાળો લૂક રાખી મુકી તે સતત શુટીંગમાં ભાગ લેવા પેનકિલર્સ લેતો હતો. લાલસિંહ ચઢ્ઢા ઓસ્કર વિનિંગ ફિલ્મ ફોરેસ્ટ ગંપની હિન્દી રિમેક છે. આમિર ખાન સાથે આ ફિલ્મમાં કરીના કપૂર મુખ્ય રોલમાં છે. આમિરે આ ફિલ્મ માટે વીસ કિલો વજન ઓછુ કર્યુ હતું. આમિરની ફિલ્મના ચાહકો તેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આમિર ખાન દરેક ફિલ્મમાં તેના ચાહકોને નવુ આપતો રહે છે. આથી આ ફિલ્મની ખાસ રાહ જોવાઇ રહી છે.