ફિલ્મ જગત
News of Wednesday, 7th December 2022

ડિસેમ્‍બરનું બીજુ અઠવાડિયું રહેશે ધમાકેદારઃ એક-બે નહી પણ રીલીઝ થશે ૩૨ ફિલ્‍મો

તામિલ, તેલુગુથી લઇને હિન્‍દી ફિલ્‍મોના પ્રશંસકો માટે આ અઠવાડિયું શાનદાર રહેશે

મુંબઇ તા. ૭ : આ વખતે વર્ષ ૨૦૨૨ ફિલ્‍મ લવર્સ માટે નિરાશાજનક રહ્યું છે. બોયકોટ ટ્રેન્‍ડ વચ્‍ચે ફિલ્‍મો કોઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી. મોટા સ્‍ટાર્સ ધરાશાયી થયા. પરંતુ વર્ષ ૨૦૨૨ના ડિસેમ્‍બર મહિનાનુ બીજુ વીક ફિલ્‍મોથી ભરપૂર રહેશે. આ અઠવાડિયે થિયેટરમાં ક્રાઈમ, થ્રિલર, કોમેડીથી લઇને સસ્‍પેન્‍સ સુધી દર્શકોને બધુ મળશે. અમે તમને ૫ થી ૧૧ ડિસેમ્‍બરની વચ્‍ચે રીલીઝ થવાની ફિલ્‍મોની આખી યાદી બતાવી રહ્યાં છે. આ ડિસેમ્‍બરમાં આશરે ૩૨ ફિલ્‍મો રીલીઝ થશે.

આ અઠવાડિયે થિયેટરોમાં ૬ હિન્‍દી ફિલ્‍મો રીલીઝ થઇ રહી છે. ૯ ડિસેમ્‍બરે બોલીવુડ અભિનેત્રી કાજોલ અને વિશાલ જેઠવાની સલામ વેન્‍કી, રીલીઝ થઇ રહી છે. આ સાથે સંજય મિશ્રા અને નીના ગુપ્તાની ફિલ્‍મ વધ પણ આ દિવસે રીલીઝ થશે. બંને ફિલ્‍મો થિયેટરમાં રીલીઝ થશે. ૯ ડિસેમ્‍બરે જેકી શ્રોફની ફિલ્‍મ લાઈફ ઈજ ગુડ, તુષાર કપૂરની મારીચ અને કન્નડ ડાયરેક્‍ટર ઋષિકા શર્માની પેન ઈન્‍ડિયા ફિલ્‍મ વિજયાનંદ પણ હિન્‍દીમાં રીલીઝ થશે.

૯ ડિસેમ્‍બરે તેલુગુ ભાષાની ઘણી ફિલ્‍મો બોક્‍સ ઓફિસ પર ટકરાશે. ચેપલાની ઉદી, માં ઈષ્ટમ, ડીઆર ૫૬, પ્રેમાદેશમ, ગુરતુન્‍ડા સીતકલામ, પંચતંત્રમ, આઈ લવ યુ ઇડિયટ, નમસ્‍તે સેઠ જી રીલીઝ થવા માટે તૈયાર છે. બધી ફિલ્‍મો મોટા પડદે એન્‍ટ્રી કરશે.

(10:32 am IST)