ફિલ્મ જગત
News of Saturday, 7th December 2019

‘પાનીપત' ફિલ્‍મને જબરદસ્‍ત આવકારઃ સંજય દત્તનો અફઘાની હૂમલાવરના રૂપને સિનેમાઘરમાં લોકોએ સીટીઓ વગાડીને ઇતિહાસની ઘટનાને બિરદાવી

નવી દિલ્હી: સંજય દત્ત, અર્જુન કપૂર અને કૃતિ સેનન સ્ટારર અને આશુતોષ ગોવારિકર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પાનીપત' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. ભારતના ઇતિહાસમાં 18મી સદીમાં થયેલા એક યુદ્ધ પર આધારિત આ ફિલ્મ 'પાનીપત' પોતાના ભવ્ય સેટ્સ અને દમદાર એક્ટિંગના લીધે વાહવાહી પ્રાપ્ત કરવા માટે તૈયાર છે. જ્યાં અર્જુન કપૂર મરાઠાના પાત્રમાં છે અને સંજય દત્તનો અફઘાની હુમલાવરના રૂપમાં લોકોને સિનેમાધરમાં સીટીઓ વગાડવા પર મજબૂર કરી રહ્યા છે.

ફિલ્મમાં આશુતોષ ગોવારિકરે પ્લોટ જ્યાં 'પાનીપત' એક એવી ઐતિહાસિક કહાણી પર આધારિત છે જેને દરેક બાળક સ્કૂલની ઇતિહાસના પુસ્તકમાં વાંચી ચૂક્યા છે. તો બીજી તરફ સિનેમાઘરોમાં રચનાત્મક સ્વતંત્રતાએ આ જૂની કહાનીમાં પણ નવો જીવ પુર્યો છે. ફિલ્મ પોતાના દરેક એંગલ ડાયલોગ્સ, સેટ્સ, કોસ્ટ્યૂમ અને કહાની પર પરફેક્ટ જોવા મળી રહી છે.

કેવી છે સ્ટોરી

આ સ્ટોરી અફઘાનિસ્તાનના શાસક અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચેના યુદ્ધની છે. જેનું નેતૃત્વ સદાશિવરાજ ભાઉએ કર્યું હતું. આશુતોષ ગોવારીકરની આ કહાની ઇતિહાસના પાનાઓ પર ફેરવતી જોવા મળે છે. જ્યાં સદાશિવરાવ ભાઉ (અર્જુન કપૂર) નામના એક જાંબાજ મરાઠા પોતાના ભત્રીજા નાનાસાહબ પેશવા (મોહનીશ બહલ)ની ફૌજના સેનાપતિ હોય છે. ઉદગીરના નિજામની હાર બાદ સદાશિવરાવની પસંદગી મરાઠા સેનાના પ્રમુખના રૂપમાં કરવામાં આવે છે. જે દિલ્હીમાં અહમદ શાહ અબ્દાલી (સંજય દત્ત) વિરૂદ્ધ લડવા માટે પોતાની આર્મી તૈયાર કરે છે. કારણ કે બીજી તરફ અહમદ શાહ અબ્દાલી પણ આ વાતની જાણકારી બાદ નજબી-ઉદ-દૌલા સાથે મળીને મરાઠાઓ વિરૂદ્ધ મેદાનમાં ઉતરે છે. કારણ માત્ર એટલું જ હોય છે કે ભારતની ધરતી પર પોતાનીને તાકાતને વધારવી.

લવસ્ટોરી પણ છે

આ ફિલ્મ ફક્ત ઇતિહાસ ગાથાની સાથે તમારે કંટાળાજનક લાગતી નથી કારણ કે ફિલ્મમાં સદાશિવરાવ અને પાર્વતી બાઇની પ્રેમ કહાની પણ જોવા મળે છે જે દર્શકોને કહાની સાથે જકડી રાખે છે. બંને પતિ-પત્નીનો પ્રેમ અને પરસ્પર સમજ ખૂબ રસપ્રદ અંદાજમાં દર્શાવવામાં આવી છે. પરંતુ ઘણીવાર આ મામલે કહાની જરૂરિયાતથી વધુ ખેંચાતી જોવા મળે છે. ફિલ્મનો પહેલો ભાગ થોડો ધીમો છે તો બીજી બીજા પાર્ટમાં રોમાંચ સારો છે.

સંગીત અને સેટ્સ

ફિલ્મનું સંગીત એકદમ જોરદાર છે તો બીજી તરફ ફિલ્મની કોરિયોગ્રાફી પણ કહાની અનુસાર કમાલ કરી છે. ફિલ્મના ભવ્ય સેટ્સ મરાઠા રાજાઓની જાહોજહાલી સારી રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં ઘણા મોટા-મોટા સીન સામે આવે છે.

'પાનીપત' આપણા પ્રાચીન ઇતિહાસને જાણવા માટે જોવા જેવી ફિલ્મ છે. આ એક એવી ફિલ્મ છે જેમાં મનોરંજનની સાથે-સાથે તમને ભારતીય ઇતિહાસની એવી ઘટનાઓ જોવા મળશે જે ક્યાંક ખોવાઇ ગઇ હતી.

(5:09 pm IST)