ફિલ્મ જગત
News of Saturday, 7th December 2019

સારૂ કામ કર્યું હૈદરાબાદ પોલીસ... તમને સલામઃ ઋષિ કપૂર, અનુપમ ખેર, સાઇના નેહવાલ સહિતનાએ પોલીસની કામગીરીને બિરદાવી

નવી દિલ્હી: હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ કર્યા બાદ તેની સળગાવીને હત્યા કરનારા ચારેય આરોપીઓને સ્થાનિક પોલીસે શુક્રવારે સવારે એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. ચારેય આરોપીઓને તપાસના ભાગરૂપે ક્રાઇમ સીન રિક્રિએટ કરવા માટે ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતા, પરંતુ અહીંથી તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ પોલીસે તેમને મુઠભેડમાં ઠાર માર્યા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓને પોલીસ પર હુમલા કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ પોલીસે આત્મરક્ષામાં તેમને ઠાર માર્યા હતા. આ સમાચાર આજે સવારે આગની માફક ફેલાયા તો બોલીવુડ સેલેબ્સ પણ તેના પર પોતાનો મત રજૂ કરી રહ્યા છે.

અભિનેતા ઋષિ કપૂરે પોતાના ટ્વિટમાં પોતાની ખુશી વ્યક્ત કરતાં લખ્યું- Bravo Telangana Police. My congratulations!

હૈદરાબાદ ગેંગરેપ એન્કાઉન્ટર પર સાર્વજનિક લિંચિંગની માંગ કરનાર સાંસદ જયા બચ્ચને કહ્યું- દેર આયે, દુરસ્ત આયે.

તો બીજી તરફ એક્ટ્રેસ રકુલપ્રિતે પોતાની ખુશી વ્યક્ત કરતાં લખ્યું કે રેપ જેવા ક્રાઇમને કર્યા બાદ તમે કેટલા દૂર ભાગી શકો છો, આભાર તેલંગાણા પોલીસ.

અનુપમ ખેરે લખ્યું છે, બધાઇ હો, જય હો. એન્કાઉન્ટરમાં ચારેય બળાત્કારીઓને શૂટ કરવા માટે તેલંગાણા પોલીસે શુભેચ્છાઓ. હવે જેટલા પણ લોકોએ આવો ઘોર અપરાધ કરવા વિરૂદ્ધ કુલ અવાજ ઉઠાવ્યો હતો અને તેમના માટે ખતરનાકથી ખતરનાક સજા ઇચ્છી હતી, મારી સાથે જોરથી બોલો- #જયહો.'

તો બીજી તરફ સાઇન નેહવાલે લખ્યું- સારું કામ કર્યું હૈદરાબાદ પોલીસ. તમને સલામ.

તમને જણાવ્યું કે હૈદરાબાદના લોકોએ પણ એન્કાઉન્ટર પર ખુશી વ્યક્ત કરી. એન્કાઉન્ટરની જગ્યાએ હાજર ભીડે પોલીસકર્મીને ઉઠાવીને પોતાની ખુશીનો ઇઝહાર કર્યો તો કેટલાક લોકો ફૂલ વરસાવવા લાગ્યા.

(4:53 pm IST)