ફિલ્મ જગત
News of Friday, 7th December 2018

છેલ્લા 60 વર્ષથી ગુમનામ છે ધર્મેન્દ્રની બે દીકરીઓ:પ્રકાશ કોરની આ બે પુત્રીઓની સાવકી બહેનો છે એશા અને આહનાઃ ક્યારેય નથી થયો ઉલ્લેખ

ધરમેન્દ્ર 8 ડિસેમ્બરે પોતાનો 83મો જન્મદિવસ: દેઓલ ખાનદાન ફિલ્મ જગત સાથે 59 વર્ષથી જોડાયેલુ

મુંબઈ :બોલિવુડના સુપરસ્ટાર ધરમેન્દ્ર 8 ડિસેમ્બરે પોતાનો 83મો જન્મદિવસ ઉજવશે. દેઓલ ખાનદાન ફિલ્મ જગત સાથે 59 વર્ષથી જોડાયેલુ છે. હવે આ ખાનદાનની ત્રીજી પેઢી એટલે કે કરણ દેઓલ પણ ડેબ્યુ માટે તૈયાર છે. ધર્મેન્દ્ર પછી તેમના બે પુત્ર સની અને બોબી સિલ્વર સ્ક્રીન પર છવાયેલા રહ્યા. પરંતુ ધરમેન્દ્રની ત્રણ પુત્રીઓ હંમેશા લાઈમ લાઈટથી દૂર જ રહી છે. આ ત્રણ પુત્રીઓ કોણ છે.

  આમાં બે દીકરીઓ અજિતા અને વિજેતા ધર્મેન્દ્રની પ્રથમ પત્ની પ્રકાશ કોરની પુત્રીઓ છે. આહના ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી છે. તમે આહના વિષે તો સાંભળ્યુ જ હશે, તે એશા દેઓલની નાની બહેન છે. તે પોતાના લગ્ન સમયે ચર્ચામાં આવી હતી. પરંતુ ધર્મેન્દ્ર અને પ્રકાશ કોરની બે દીકરીઓ અજીતા અને વિજેતાને ભાગ્યે જ કોઈએ જોઈ હશે. આખરે આ બંને દીકરીઓ છે ક્યાં?
  દેઓલ પરિવારના આ બંને સભ્ય એવા છે જેનો ઉલ્લેખ છેલ્લા 58 વર્ષમાં ક્યારેય નથી થયો. અજીતા અને વિજેતા હંમેશા લાઈમ લાઈટથી દૂર જ રહી છે. બંને ક્યારેય દેઓલ પરિવારના ફેમિલી ફંકશનમાં પણ જોવા નથી મળતી.
  મિડીયા રિપોર્ટ્સ મુજબ હવે બંને બહેનો કેલિફોર્નિયા શિફ્ટ થઈ ગઈ છે. ઈન્ટરનેટ પર ઉપસ્થિત માહિતી અનુસાર અજિતાના લગ્ન કિરણ ચૌધરી સાથે થયાં હતાં. કિરણ ‘1000 ડેકોરેટિવ ડિઝાઈન્સ ફ્રોમ ઈન્ડિયા’ નામના પુસ્તકના ઓથર છે. અજિતા પોતાના પતિ સાથે કેલિફોર્નિયા રહે છે. અજિતાનું નિક નેમ લલ્લી છે.
  વિજેતાના નામથી ધર્મેન્દ્રએ પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યુ હતુ. ધર્મેન્દ્રની કંપનીનું નામ વિજેતા પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ છે. વિજેતાના લગ્ન વિષે ઈન્ટરનેટ પર કોઈ જાણકારી નથી. તે પણ પોતાની બહેન અજિતા સાથે અમેરિકામાં જ રહે છે.
  અજિતા અને વિજેતાની સાવકી બહેનો એશા અને આહના દેઓલ છે. આ બંને દીકરીઓ લાઈમલાઈટમાં રહે છે. અજિતા વિજેતા અંગે લોકો વધુ જાણતા નથી. બંનેની ગણીગાંઠી તસવીરો જ ઈન્ટરનેટ પર જોવા મળે છે.

(12:24 am IST)