ફિલ્મ જગત
News of Friday, 7th December 2018

સતત કામનું પ્રેસર અનુભવે છે વિકી કૌશલ

મુંબઇ :  અભિનેતા વીકી કૌશલે કહ્યું હતું કે હું સતત કામનું પ્રેસર અનુભવી રહ્યો છું. તમારી એકાદ બે ફિલ્મ હિટ નીવડે એટલે તમારી  સામેની અપેક્ષા વધી જતી હોય છે. એ અપેક્ષા વધવાને કારણે કલાકાર પરનું પ્રેસર પણ વધી જાય છે.ઉપરાઉપરી સંજુ, રાઝી અને મનમર્ઝિયાં જેવી હિટ ફિલ્મો આપનારો વીકી હાલ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ કરી રહ્યો છે. રાઝીમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીનો રોલ કરી ચૂકેલો વીકી હાલ ઉરીમાં ભારતીય લશ્કરી અધિકારીનો રોલ કરી રહ્યો છે. ૨૦૧૬માં પાકિસ્તાની લશ્કરની પ્રેરણા હેઠળ ઉરીમાં રાત્રે આરામ કરી રહેલા લશ્કરી જવાનો પર ત્રાટકીને આતંકવાદીઓએ ૧૯ જવાનોની ક્રૂર હત્યા કરી હતી. એ પછી ભારતીય લશ્કર પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી તાલીમ શિબિરો પર ત્રાટક્યું હતું અને ત્યાં કેટલાક આતંકવાદી શિબિરો નષ્ટ કર્યા હતા. એ ઘટના પર આધારિત ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક હાલ વીકી કૌશલ કરી રહ્યો છે.'દરેક કલાકાર પોતે કેટલો સક્ષમ છે એ પુરવાર કરવા મથતો હોય છે. મને ઉત્તેજનાપૂર્ણ વિષયો ધરાવતી ફિલ્મો મળે છે એેટલા પૂરતો હું લકી છું. નિર્માતા રોની સ્ક્રૂવાલાએ મને ઉરીમાં તક આપી એ માટે હું એનો ઋણી છું. મને આ પ્રેસર ઝોન ગમે છે કારણ કે એમાં મારી આકરી કસોટી થતી રહી છે' એમ વીકીએ કહ્યું હતું.

 

(4:17 pm IST)