ફિલ્મ 'પંગા' માટે કંગનાએ કબડ્ડીની ટ્રેનિંગ લેવાની કરી શરૂ
મુંબઇ : મોખરાની અભિનેત્રી કંગના રનૌતે પોતાની આગામી ફિલ્મ અશ્વિની તિવારી આયરની પંગાના પાત્રને યોગ્ય ન્યાય આપવા તાલીમ શરૃ કરી દીધી હોવાની માહિતી મળી હતી.કંગના એક તરફ પોતાની પોસ્ટ પ્રોડક્શન તબક્કામાં રહેલી ફિલ્મ મણીકર્ણિકાના એડિટિંગમાં ધ્યાન આપી રહી છે તો બીજી બાજુ એ પંગાની તૈયારીમાં વ્યસ્ત થઇ ગઇ છે. આ ફિલ્મમાં એ એક મહિલા કબડ્ડી ખેલાડીની ભૂમિકામાં છે.મણીકર્ણિકા માટે એણે ઘોડેસવારી અને તલવારબાજીની તાલીમ લીધી હતી તેમ અત્યારે કબડ્ડીની રમતની તાલીમ લઇ રહી છે એેમ પંગા ફિલ્મ સાથે સંકળાયેલા એક યુનિટમેમ્બરે કહ્યું હતું.આ ફિલ્મમાં એની સાથે રિચા ચડ્ડા પણ ચમકી રહી છે. અશ્વિની તિવારી આયરે પોતાની આ ફિલ્મના પહેલા શિડયુલનું શૂટિંગ ભોપાલમાં પૂુરું કર્યા બાદ કંગનાને બે માસ તાલીમ લેવાની સૂચના આપી હતી જેથી કંગના પોતાના પાત્રને વ્યવસ્થિત રીતે રજૂ કરી શકે. ચાલુ માસની પંદરમી સુધીમાં ભોપાલ શિડયુલ પૂરું થઇ જતાં અશ્વિની પોતાની ટીમ સાથે મુંબઇ પાછી ફરશે અને અહીં પોતાની મહિલા કલાકારોને કબડ્ડીની તાલીમ મળે એવી વ્યવસ્થા કરશે એમ આ યુનિટ મેમબરે વધુમાં કહ્યું હતું.કલાકારોની તાલીમ પૂરી થયા બાદ લગભગ ૨૦૧૯ના ફેબુ્રઆરીમાં શૂટિંગનું બીજું શિડયુલ શરૃ કરવાની અશ્વિનીની યોજના છે. નિખિલ મલ્હોત્રા અને અશ્વિનીએ આ ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરી છે. ૨૦૧૯ના ઉત્તરાર્ધમાં ફિલ્મ રજૂ કરવાની એમની યોજના છે.