News of Friday, 7th December 2018
એશિયાની 50 સેક્સિએસ્ટ મહિલાની યાદીમાં દીપિકા પદુકોણ પ્રથમ નંબરે ;પ્રિયંકા બીજાક્રમે
નિયા શર્મા બીજા સ્થાને હતી જે આ વરસે ત્રીજા નંબરે પહોંચી
નવી દિલ્હી :એશિયાની સેકિસએસ્ટ ૫૦ મહિલાઓની યાદી જાહેર કરાઈ છે જેમાં દીપિકા પદુકોણ પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે પ્રિયંકા ચોપરા બીજા નંબરે ધકેલાઇ ગઇ છે. ગયા વરસે પ્રથમ સ્થાને પ્રિયંકા રહી હતી.
ઇગલેન્ડના એક સામિયક યૂકે ઇસ્ટર્ન આઇ વિકલીના સંપાદકે દીપિકા માટે કહ્યું હતું કે, તેનામાં બિલકુલ ઘમંડ નથી. તે એક સામાન્ય યુવતીની જેમ જ જાહેરમાં વર્તણૂક કરે છે. તે ડાઉન ટુ અર્થ છે અને આ જ તેની ખાસિયત તેને સોથી અલગ અને વિશેષ બનાવે છે.
દીપિકા અને પ્રિયંકા ઉપરાંત ટચૂકડા પડદાની નિયા શર્માને યાદીમાં ત્રીજું સ્થાન મળ્યું છે. ગયા વરસે નિયા શર્મા પ્રિયંકા બાદ બીજા સ્થાને હતી જે આ વરસે ત્રીજા નંબરે પહોંચી છે.
(11:01 am IST)