ફિલ્મ જગત
News of Friday, 7th December 2018

એકતાની ફિલ્મમાં આયુષ્યમાનની જોડી નુસરત ભરૂચા સાથે

આયુષ્યમાન ખુરાના માટે વર્ષ ૨૦૧૮ ખાસ રહ્યું છે. તેની ફિલ્મો અંધાધૂન અને બધાઇ હો બોકસ ઓફિસ પર ધૂમ મચાવી ચુકી છે. આ ફિલ્મોએ આયુષ્યમાનને સ્ટાર તરીકે પ્રસ્થાપિત કરી દીધો છે. હવે આયુષ્યમાન ખુબ સમજી વિચારીને ફિલ્મો સાઇન કરી રહ્યો છે અને પોતાની ફી પણ વધારી દીધી છે. બોલીવૂડમાં ફિલ્મ સફળ થતાં જ ફી વધારવાનું ચલણ છે. આયુષ્યમાન પણ તેમાં સામેલ થઇ ગયો છે. હવે તે 'ડ્રીમ ગર્લ' નામની ફિલ્મ કરી રહ્યો છે. જેનું શુટીંગ શરૂ થઇ ગયું છે. ફિલ્મનું પોસ્ટર જોતાં જ હસવુ આવી જાય છે. જેમાં આયુષ્યમાન જુના જમાનાના ટુવ્હીલર પર સાડી પહેરીને બેઠેલો દેખાય છે. પાછળ મંદિર જોવા મળે છે. સ્કૂટરના નંબર જોતાં ઉત્તર પ્રદેશની પૃષ્ઠભુમિ પરથી ફિલ્મ હશે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂર અને શોભા કપૂર તથા આશિષ સિંહ કરી રહ્યા છે. નિર્દેશક રાજ શાંડિલ્ય છે. નુસરત ભરૂચા હિરોઇન તરીકે છે.

(10:29 am IST)