ફિલ્મ જગત
News of Friday, 7th December 2018

ટીવી પરદેથી જેનિફર પણ ફિલ્મી પરદે પહોંચે તેવી શકયતા

ટીઆરપીમાં સફળ ન થતાં અનેક ટીવી શો ઝડપથી અને અચાનક બંધ થઇ જતાં હોય છે. કલર્સ પરનો શો બેપનાહ ઓફ એર કરી દેવામાં આવ્યો છે. સોશિયલ મિડીયા પર આ શો બંધ નહિ કરવા માટે ચાહકોએ ભારે ધમપછાડા કર્યા હતાં. જેનિફર વિંગેટ અને હર્ષદની જોડીને દર્શકો ખુબ પસંદ કરતાં હતાં. આ શોને ઓનલાઇન શરૂ કરવાની વાત હતી, પરંતુ જેનિફર એ માટે તૈયાર નહોતી. તે કહે છે કોઇ શો સફળ થશે કે અસફળ તે મારા હાથની વાત નથી. બીજી તરફ તેણે સાઉથની ફિલ્મ સાઇન કરી લીધાની વાતો પણ વહેતી થઇ હતી. પણ જેનિફરે સ્પષ્ટતા કરી છે કે કોઇ ફિલ્મ મેં હજુ સાઇન કરી નથી. બોલીવૂડમાં કામ મેળવવા તક શોધી રહી છું. આ બધુ યોગ્ય સમયે સારું લાગશે. જો કે જેનિફર ગમે ત્યારે બોલીવૂડમાં એન્ટ્રી કરે અથવા તો વેબ સિરીઝમાં જોવા મળે તેવી શકયતા છે.

(10:28 am IST)