ફિલ્મ જગત
News of Thursday, 7th December 2017

સંજય દત્તની બાયોપિકમાં આમિર ખાન નજરે પડશે ગેસ્ટ રોલમાં

મુંબઈ: ગયા વર્ષે ચર્ચા હતી કે સંજય દત્તની બાયોપિકમાં એના પિતા સુનીલ દત્તના પાત્ર માટે આમિર ખાનનો સંપર્ક સાધવામાં આવ્યો છે. રાજકુમાર હિરાનીની ઈચ્છા હતી કે આ ભૂમિકા આમિર ખાન જ ભજવે. પણ આ ભૂમિકા આમિરે નકારી દેતા પરેશ રાવલની પસંદગી કરવામાં આવી હતી. જો કે હવે ફરી ચર્ચા છે કે આમિર ખાને ભલે આ બાયોપિકમાં સુનીલ દત્તનું પાત્ર નકારી દીધું હોય પણ તે ફિલ્મમાં એક નાનું પાત્ર ચોક્કસ ભજવશે. મિસ્ટર પરફેક્ટનિસ્ટ સાથે તબ્બુ પણ જોવા મળી શકે છે. સુત્રોના કહેવા પ્રમાણે સંજુબાબાને ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ માટે એવોર્ડ મળ્યો હતો. આ દ્રષ્યનું ફિલ્માંકન આમિર ખાન અને તબ્બુ પર થશે. ફિલ્મના ટાઈટલ અંગે હજી આખરી નિર્ણય લેવામાં નથી આવ્યો. પણ હાલ પૂરતુ આ ફિલ્મનું શીર્ષક 'સંજુ' રાખવામાં આવ્યું છે. મુખ્ય ભૂમિકા રણબીર કપૂર ભજવી રહ્યો છે. આ ઉપરાંત દિયા મિર્ઝા, મનિષા કોઈરાલા, અનુષ્કા શર્મા, સોનમ કપૂર અને વિક્કી કૌશલ પણ આ ફિલ્મનો હિસ્સો હશે.

(5:53 pm IST)