ફિલ્મ જગત
News of Thursday, 7th December 2017

રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિમ્બા'નું પહેલું પોસ્ટર લોન્ચ

મુંબઈ: રોહિત શેટ્ટીની ફિલ્મ' સિમ્બા'નું પહેલું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં રણવીર સિંહ એક વિચિત્ર પોલીસકર્મીની ભૂમિકા નજરે પડે છે. રોહિત શેટી અને રણવીર સિંહ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. કરણ જોહર દ્વારા પ્રસ્તુત ફિલ્મ આવતા વર્ષે 28 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

કરણની કંપની દ્વારા પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું અને લખ્યું કે 28 ડિસેમ્બર 2018ના રોહિત શેટ્ટી ફરી એકવાર આવી રહ્યા છે. રણવીર સિંહ સિમ્બાના રૂપના જોવા મળશે.

 

(5:51 pm IST)