ફિલ્મ જગત
News of Thursday, 7th December 2017

ગ્લોબલ મેઇનસ્ટ્રીમ એન્ટરટેઇનમેન્ટમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છેઃ પ્રિયંકા ચોપડા

પ્રિયંતા ચોપડાનું કહેવું છે કે મેઇનસ્ટ્રીમ ગ્લોબલ એન્ટરટેઇનમેન્ટમાં કામ કરવાની તક મળવું ખૂબ મુશ્કેલ છે. પ્રિયંકા હાલમાં 'કવોન્ટિકો'ની ત્રીજી સીઝનમાં કામ કરી રહીછે. તેણે હોલીવુડની ફિલ્મ 'બેવોચ'માં પણ કામ કર્યુ છે. પ્રિયંકાએ હાલમાં લંડનના એક મેગેઝિન માટે ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટવ્યુમાં તેની મુસાફરી વિશે જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે 'રૂમમાં દાખલ થઇને હું એક ઇન્ડિયન એકટર પ્રિયંકા ચોપડા છુ એ કહેવામાં મને કોઇ પ્રોબ્લેમ થતો નથી. કદાચ ઇન્ડિયામાં મારી એક પોઝિશન હશે, પરંતુ હોલીવુડમાં હજી પણ એક નવોદિત એકટર છું. ભારતીય મીડિયા દ્વારા મને મારી પહેલી ફિલ્મ વિશે પૂછવામાં આવે ત્યારે મને ખૂબ હસવું આવે છે, કારણ કે મને નથી લાગતું કે તેમને ખબર હશે કે અન્ય દેશમાં જઇને તેમની ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું કેવું હશે. હોલીવુડમાં કામ કર્યા બાદ પર્સનલી અને પ્રોફેશનલી મારામાં ખૂબ બદલાવ આવ્યો છે. મારે માટે આ સમય ખૂબ વ્યસ્ત હોવાની સાથે ઉત્સાહી પણ રહ્યો છે. હું હવે મારી લાઇફને પહેલાં કરતાં વધુ સારી રીતે કન્ટ્રોલમાં રાખી શકું છું.'

(1:05 pm IST)