ફિલ્મ જગત
News of Thursday, 7th December 2017

રેસ-૩ માટે જૈકલીન શીખી રહી છે મિકસ માર્શલ આર્ટસ

જૈકલીન ફર્નાન્ડીઝ સૌથી ફિટ બોલિવૂડ અભિનેત્રી છે, જે હાલમાં સલમાન ખાન સાથે રેસ ૩માં કામ કરી રહી છે. ફિલ્મની આ ફ્રેન્ચાઇઝી પોતાની સ્ટાઇલ અને એકશન માટે જાણીતી છે. સલમાન અને જૈકલીન ફિલ્મમાં કેટલાક અદભૂત અને ધમાકેદાર એકશન દ્રશ્યો કરતાં દેખાશે.ઙ્ગ

પોતાની સુંદરતા ને સજ્જ રાખવા માટે યોગ અને ડાન્સનો સહારો લેનારી જૈેકલીને તેમની પૂર્વ ફિલ્મ 'અ જેન્ટલમૈને'ના ૪ મિનિટ ના ગીત માટે પોલ ડાન્સ શીખ્યો હતો અને હવે રેસ ૩ માટે તે  મિકસ માર્શલ આર્ટસની તાલિમ લઇ રહી છે. આ માટે તે રોજ બે કલાક પ્રેકટીશ કરે છે. તે કહે છે, 'હું મારા અભિનય માટે કંઈક નવું શીખવામાં વિશ્વાસ રાખું છું જેઙ્ગ માત્ર મારા અભિનયને  નહિ પણ મારા વ્યકિતત્વમાં પણ એક નવુ પગલું જોડી આપે છે. જે જીવનભર મારી સાથે રહે છે.'

(12:53 pm IST)