એ કામ અઘરુ નહોતું: તિલ્લોતમા શોમ
ઓટીટી પ્લેટફોર્મ પર કોઇપણ એક સિરીઝ હિટ નિવડે પછી તેની બીજી સિઝન લાવવાનું ચલણ છે. દિલ્હી ક્રાઇમની બીજી સિઝન પણ ખુબ સફળ થઇ છે. આ સિરીઝમાં તિલ્લોતમા શોમએ એક ગેંગની સભ્યનો રોલ ભજવ્યો છે. તિલ્લોતમા કહે છે આ શોમાં મેં ક્રાઇમ કરતી ગેંગની સદસ્ય કરિશ્માનો રોલ નિભાવ્યો છે. એક તરફ પોલીસ ગુનો અટકાવવા પ્રયાસ કરે છે અને બીજી તરફ અમારી ગેંગ વધુ ને વધુ ક્રાઇમ કરે છે. કરિશ્મા શા માટે ક્રાઇમની દુનિયામાં આવી તેની પણ રસપ્રદ કહાની આ શોમાં છે. તે કહે છે આ ડાર્ક પાત્ર ભજવ્યા પછી હું લાંબો સમય તેની અસર હેઠળ રહી હતી. જેલ અને પોલીસ સ્ટેશનના સીન કરવાનું કામ મારા માટે અઘરૂ નહોતું. કારણ કે હું કોલેજમાં હતીત્યારે કેદીઓ માટે ડ્રામા થેરેપી કરતી હતી અને બે વર્ષ જેલમાં જઇને કેદીઓ માટે કામ કર્યુ હતું. ઇન્ડસ્ટ્રીમાં સુંદરતાનો માપદંડ અજીબ હોવાનું કહીને તિલ્લોતમા જણાવે છે કે હોલીવૂડમાં મને મારા કાળા રંગને લીધે ફિલ્મ ઓફર થઇ હતી. મીરા નાયરની મોનસૂન વેડિંગમાં પણ મને કામવાળીનું પાત્ર મળ્યું હતું.