ફરહાન અખ્તરે પ્રિયંકા ચોપરા વિશે કહી આ ખાસ વાત....
મુંબઈ: બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરનું કહેવું છે કે પ્રિયંકા ચોપરા તેને ફિલ્મના સેટ પર પરેશાન કરતી હતી. ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપડાની ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક' રિલીઝ થવા માટે તૈયાર છે.ફરહાન અને પ્રિયંકા અગાઉ ઝોયા અખ્તરની દિલ ધડાકને દોમાં સાથે કામ કરી ચૂક્યા છે. ફરહાન કહે છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રિયંકા તેને ખૂબ હેરાન કરતી હતી. ફરહને કહ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તે પ્રિયંકા સાથે જીવન, ખાદ્યપદાર્થો અને તેની પર્સનલ લાઇફ વિશે ઘણી વાતો કરતો હતો અને ફ્રી ટાઇમમાં સાથે ઘણો સમય વિતાવતો હતો.તેણે જણાવ્યું હતું કે તેણે ભૂતકાળમાં પ્રિયંકા સાથે કામ કર્યું હોવાથી ઘણા વર્ષો પછી પણ તેમને પતિ-પત્નીની ભૂમિકા નિભાવવામાં કોઈ તકલીફ નથી. ફરહને કહ્યું કે પ્રિયંકા સમોસાને પસંદ કરે છે અને તે હંમેશાં ખોરાક માટે સમોસાની માંગ કરતી હતી. જ્યારે તે ડાયેટ પર હતો ત્યારે પ્રિયંકા સમોસા અને વિવિધ પ્રકારનો ખોરાક ખાઈને તેને ચીડવી અને ત્રાસ આપતી હતી.