ઉસ્તાદ રાશિદ ખાનની ગાયકી ઉપર આશા ભોંસલે આફ્રીનઃ મંચ ઉપર જઇ પ્રણામ કર્યા
જયપુરઃ (રાજસ્થાન) : અહિં યોજાયેલ ધ ગોલ્ડન વોઇસ સેશનમાં ઉસ્તાદ રાશિદ ખાને કુમરી પરંપરાથી સહુને સંમોહિત કર્યા હતા તે દરમિયાન તેમણે જગપ્રસિધ્ધ રચના '' યાદ પિયા કી આયે'' ગાયુ હતુ. તેમણે સાંભળવા મહાન ગાયિકા આશા ભોંસલે ત્યાં ઉપસ્થિત હતા. આશા એ પોતાની ગાયકી દરમિયાન '' ઇન આંખો કી મસ્તી'' ગાયુ તે સમયે ઉસ્તાદ રાશીદ ખાનના ગાયનની તારીફ કરી હતી. જયારે રશિદ ખાને પોતાના ગાયન સેશન દરમિયાન '' આઓગે જબ તુમ સાજના'' ગાયુ તો આશાઙ્ગભોંસલે સીધા જ મંચ ઉપર ચાલ્યા ગયેલ અને આ ગીત ઉપર રશીદ ખાન સાથે સુરમાં સુર મેળવી બંનેએ સાથે ગાયુ એટલુ જ નહિ ભાવ વિભોર બનેલ આશાએ મંચ ઉપર જ રાશિદ ખાનને પ્રણામ કર્યા હતા સાથે જ તેમના ગાયનની અપાર પ્રશંસા કરી હતી.
આશાજીએ પોતાની તબિયત નાદુરસ્ત હોવાની વાતને હંસી કાઢતા માત્ર અફવા હોવાનું અને રાજસ્થાન પત્રિકાના કાર્યક્રમ દરમિયાન હંસતા હંસતા કહેલ કે આવી અફવા કોણ ફેલાવે છે. હું એકદમ સ્વચ્થ જ છું . લોકો તાલીઓના ગડગડાટ સાથે આશાજીને વધાવી લીધેલ