ફિલ્મ જગત
News of Monday, 7th October 2019

કાર્તિકના હાથમાં ત્રણ મોટી ફિલ્મો

અભિનેતા કાર્તિક આર્યનને હાલમાં દરેક મોટા નિર્માતા-નિર્દેશક પોતાની ફિલ્મમાં લેવા ઇચ્છે છે. હવે કાર્તિકે નવી ફિલ્મ દોસ્તાના-૨ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેની બે ફિલ્મો પૈકી પતિ પત્નિ ઓૈર વોનું શુટીંગ ચાલુ છે અને ભૂલભૂલૈયા-૨નું કામ પણ શરૂ થવાનું છે. એ દરમિયાન દોસ્તાના-૨ની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં તેની સાથે જ્હાન્વી કપૂરને લેવામાં આવી છે. દોસ્તાનાની આ સિકવલ પોતાને મળતાં કાર્તિક ખુશ છે. તેણે આ સ્ક્રિપ્ટ સાથેની એક તસ્વીર ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે દોસ્તાના-૨ની તૈયારી શરૂ. દોસ્તાનામાં જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપડાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જોન-અભિષેકની જોડી દર્શકોને ખુબ ગમી હતી. કાર્તિક સાથે દોસ્તાના-૨માં લક્ષ્ય નામના નવા અભિનેતાને પસંદ કરવામાં આવ્યો છે. ત્રણ મોટી ફિલ્મો હાથમાં હોઇ કાર્તિક સતત ખુશ છે. આલિયા ભટ્ટ સાથેની એક ફિલ્મમાં પણ તેને લેવામાં આવે તેવી શકયતા છે.

 

(10:02 am IST)