કરીના કપૂરના કાર ડિલર પતિના રોલમાં જોવા મળશે અક્ષય કુમાર
અભિનેતા અક્ષય કુમાર અને કરીના કપૂરની ફિલ્મ ગૂડ ન્યુઝ સતત ચર્ચામાં છે. એક દસક બાદ અક્ષય અને કરીના એક સાથે આવી રહ્યા છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી પણ મહત્વના રોલમાં છે. ગૂડ ન્યુઝમાં અક્ષય અને કરીના પતિ-પત્નિના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ પહેલા સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી. હવે ડિસેમ્બર સુધી તારીખ આગળ વધારી દેવામાં આવી છે. રાજ મહેતાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં અક્ષય એક કાર ડિલરનો રોલ નિભાવીર હ્યો છે. આ રોલ ખુબ જ સ્ટાઇલીશ અને પૈસાદાર વ્યકિતનો છે. જ્યારે કરીનાનો રોલ ડ્રામા અને કોમેડીથી ભરપુર છે. ફિલ્મમાં દેખાડાશે કે અક્ષય અને કરીનાના લગ્નના સાત વર્ષ પછી બાળકનો જન્મ થવાનો હોઇ બંને કેટલા ખુશ છે. બંને ખુબ કોમેડી કરતાં જોવા મળશે. દિલજીત અને કિયારા પંજાબી પતિ-પત્નિના રોલમાં છે. તે પણ બાળક ઇચ્છતા હોય છે. અક્ષય પાસે એક પછી એક ફિલ્મોની લાઇન છે. હાઉસફુલ-૪, સૂર્યવંશી અને પૃથ્વીરાજ ચૌહાણ જેવી દમદાર ફિલ્મો તેમાં સામેલ છે