ફિલ્મ જગત
News of Monday, 7th October 2019

સાનિયાનું સપનુ સાકાર

ફિલ્મ મિશન મંગલની સફળતા પછી વિદ્યા બાલન હવે શકુંતલા દેવીની બાયોપિકમાં કામ કરી રહી છે. વિદ્યાએ આ ફિલ્મનો પહેલો લૂક પણ જાહેર કરી દીધો છે. હવે તેની સાથે ફિલ્મમાં દંગલ ગર્લ સાનિયા મલ્હોત્રા પણ સામેલ થઇ છે. સાન્યા મલ્હોત્રા ફિલ્મમાં અનુપમા બેનર્જીના રોલમાં જોવા મળવાની છે. અનુપમા શકુંતલાની દિકરી છે. એટલે કે ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા વિદ્યા બાલનની દિકરીનો રોલ નિભાવશે. સાન્યા મલ્હોત્રાનો ફર્સ્ટ લૂક પણ નિર્માતાઓએ જાહેર કરી દીધો છે. સાન્યા પોસ્ટરમાં એક ઝાડના થડ પર બેઠેલી જોવા મળી રહી છે અને ખુબ જ ખુશ દેખાઇ રહી છે. સાન્યાને આ ફિલ્મની કહાની ખુબ જ ગમી છે. વળી તે વિદ્યા બાલનની ખુબ મોટી ચાહક છે. હવે તેની સાથે જ કામ કરવાની તક મળતાં તેની ખુશીનો પાર નથી. સાન્યા મલ્હોત્રાએ સોશિયલ મિડીયા પર પણ આ વાત કહી હતી. તે કહે છે શકુંતલા દેવીની દિકરીની ભુમિકાને મોટા પરદા પર ઉતારવા હું ઉત્સુક છું. વિદ્યા સાથે કામ કરવા મળ્યું એ પણ ખુબ મોટી વાત છે. શકુંતલા દેવી માનવ કોમ્પ્યુટર ગણાતા હતાં. ૧૯૮૨માં તેમનું નામ ગિનેસ બૂકમાં નોંધાયું હતું. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. 

(10:01 am IST)