ફિલ્મ જગત
News of Friday, 7th September 2018

ઐશ્વર્યા રાયનું વોશિંગ્ટનમાં વિશિષ્ટ સન્માન થશે

મુંબઈ તા. ૭ : બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનને ૮ સપ્ટેમ્બર, શનિવારે વોશિંગ્ટન ડીસીમાં નિર્ધારિત 'વીમેન ઈન ફિલ્મ એન્ડ ટેલિવિઝન (WIFT) ઈન્ડિયા એવોર્ડ્સ' સમારંભમાં સમ્માનિત કરવામાં આવશે.

ઐશ્વર્યાને આ સમારંભમાં પ્રારંભિક 'મેરિલ સ્ટ્રીપ એવોર્ડ ફોર એકસેલન્સ' એનાયત કરવામાં આવશે. પ્રશંસનીય અભિનય ક્ષમતા દાખવવા બદલ તેમજ મનોરંજન ઉદ્યોગમાં મહિલાઓનાં યોગદાનનો વિસ્તાર કરવામાં સહાયરૂપ થવા બદલ ઐશ્વર્યાને આ એવોર્ડ આપવામાં આવનાર છે.

(3:36 pm IST)