ફિલ્મ જગત
News of Friday, 7th September 2018

પતિને ટુવ્હીલરમાં બેસાડીને ફેરવ્યો દેબીના બેનર્જીએ

ટીવી અભિનેત્રી દેબીના બેનર્જી તાજેતરમાં પોતાના પતિ ગુરમીત ચોૈધરી સાથે ટુવ્હીલર પર ચક્કર લગાવવા નીકળી હતી. ગુરમીત ટીવી પરદેથી બોલીવૂડમાં પહોંચી ગયો છે. તેની ફિલ્મ પલટન આજથી જ રિલીઝ થઇ છે. પતિ-પત્નિ બંને ટુવ્હીલર પર નીકળ્યા ત્યારે અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતાં. મુંબઇના રસ્તાઓ પર બંનેએ ચક્કર લગાવ્યા હતાં.  દેબીનાએ ગ્રે રંગની સ્પેગિટી સાથે બ્લુ કલરનું સ્કર્ટ પહેર્યુ હતું અને તેમાં ખુબ જ સુંદર દેખાઇ રહી હતી. સાથે બ્લુ જેકેટ પણ પહેર્યુ હતું. ગુરમીત પણ બ્લુ જીન્સ-શર્ટમાં જોવા મળ્યો હતો. બંનેએ તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતાં ચાહકોએ ખુબ જ પસંદ કરી હતી. આ બંને ટીવી પરદે રામાયણ સિરીયલમાં રામ-સિતાના રોલથી આગળ વધ્યા હતાં. એ પછી રિયાલીટી શોમાં પણ સાથે કામ કર્યુ હતું.

(9:28 am IST)