ફિલ્મ જગત
News of Friday, 7th August 2020

નામ બનાવવા માટે ખુબ મહેનત કરવી પડેઃ વિદ્યુત

અભિનેતા વિદ્યુત જામવાલ બોલીવૂડમાં જાણીતું નામ છે. એકશન ફિલ્મો માટે તે વધુ ચર્ચામાં રહેતો હોય છે. તાજેતરમાં જ તેની ફિલ્મ યારા ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. જેમાં ચાર મિત્રોની કહાની છે. લોકોને આ ફિલ્મ પસંદ પડી રહી છે. વિદ્યુત જામવાલે તાજેતરમાં કહ્યું હતું કે બહારથી આવતાં કલાકારોને ઇન્ડસ્ટ્રીમાં ઘણી પરેશાની વેઠવી પડે છે. તેણે કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બદલવાની જરૂર નથી, પણ અહિના કેટલાક લોકોએ પોતાની અંદર બદલાવ લાવવો જરૂરી છે. જો તમે ઇન્ડસ્ટ્રીમાંથી ન આવતાં હો તો તમારે અહિ નામ બનાવવા માટે ખુબ મહેનત કરવી પડે છે. પોતાનું કામ મહેનત અને દિલથી કરતા રહેવું પડે છે. યારામાં વિદ્યુત સાથે અમિત સાધ, વિજય વર્મા, શ્રુતિ હાસન સહિતના કલાકારો છે. તિગ્માંશુ ધુલીયાની આ ફિલ્મ એકશન થ્રિલર છે. અગાઉ વિદ્યુતની ફિલ્મ જંગલી આવી હતી. જેમાં તેના જબરદસ્ત સ્ટંટ દ્રશ્યોએ દર્શકોના દિલ જીતી લીધા હતાં.

 

(9:34 am IST)