ફિલ્મ જગત
News of Friday, 7th August 2020

પૂજાના રૂમમાં તેની ભાણેજના ફોટા

કુમકુમ ભાગ્ય ટીવી સિરીયલમાં હવે પૂજા બેનરજીની સાથે તેની ભાણેજ પણ જોવા મળવાની છે. આ શોમાં નેના સિંહની જગ્યાએ હવે રિધાન્યાના પાત્રમાં પૂજા જોવા મળી રહી છે. સ્ટોરીમાં રિયાના રૂમમાં તેના બાળપણના ઘણા ફોટા લગાડવાની દ્રશ્ય મુજબ જરૂર હોવાથી રિધાન્યાની મદદ લેવી પડી છે. પૂજાની ત્રણ વર્ષની ભાણેજ રિધાન્યા તેના જેવી જ દેખાતી હોવાથી બાળપણના વર્ઝન માટે તેના ફોટાઓનો ઉપયોગ કરાયો છે. પૂજાએ કહ્યું હતું કે મારા રૂમને ડેકોરેટેડ કરવા માટે અમારા શોની ટીમને મારા બાળપણના ફોટાઓની જરૂર પડી હતી. પરંતુ મારી પાસે આવા ફોટા ન હોઇ હું આપી શકી નહોતી. મારી ભાણેજ મારા જેવી જ દેખાતી હોવાથી તેના ફોટાનો ઉપયોગ કરાયો છે. મારી જામે ભાણેજ રિધાન્યાને પણ અભિનય કરવો પસંદ છે. ટીમે તેના ફોટા જોયા બાદ તે રૂમમાં લગાડવાનો નિર્ણય લઇ લીધો હતો. મુળ અલિગઢ ઉત્તરપ્રદેશની પૂજા ટીવી શોમાં ૨૦૧૧થી કામ કરી રહી છે. અગાઉ ચંદ્રનંદીની, ચંદ્રકાંતા, દિલ હી તો હૈ, હલ્લા બોલ સિઝન-૨, નાગાર્જુન-એક યોધ્ધા સહિતના શો કરી ચુકી છે.

(9:34 am IST)