ફિલ્મ જગત
News of Wednesday, 7th August 2019

સાહો ફિલ્મના ટ્રેલર રીલીઝ માટે ‌અભિનેતા પ્રભાસ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે હૈદ્રાબાદ, ચેન્નઇ, કોચ્ચી, બેંગ્લુરૂ અને મુંબઇના મહેમાન બનશે

મુંબઇ: પ્રભાસ અભિનીત 'સાહો' વર્ષની સૌથી પ્રતીક્ષિત ફિલ્મ છે અને તેને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ ગણવામાં આવી રહી છે. ફિલ્મ રિલીઝ પહેલાં, સુપરસ્ટાર પ્રભાસ પોતાની સહ કલાકાર શ્રદ્ધા કપૂરની સાથે ''સાહો''ના ટ્રેલર રિલીઝ માટે પાંચ શહેરોના પ્રવાસે જશે.

અભિનેતાના અંગતના સૂત્રોએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ''બાહુબલી ફ્રેંચાઇઝીને સમાપ્ત થયાને 2 વર્ષ થઇ ગયા છે અને ત્યારબાદ પહેલીવાર હશે, જ્યારે પ્રભાસ એક મલ્ટી સિટી ટૂર પર જશે અને પોતાના ફેન્સ સાથે મુલાકાત કરશે. પાંચ શહેરોના પ્રવાસમાં હૈદ્વાબાદ, ચેન્નઇ, કોચ્ચિ, બેંગ્લોર અને મુંબઇ સામેલ છે. તે તથ્યના આધારે પ્લાન બનાવવામાં આવ્યો છે કે ફિલ્મ એક બહુભાષી ફિલ્મ છે અને તેને હિંદી, તમિલ, તેલુગૂ અને મલયાલમ એમ ચાર ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. પ્રભાસ વ્યક્તિગત રીતે શહેરોનો પ્રવાસ કરવા માંગતા હતા અને પોતાના બધા પ્રશંસકોને મળીને સાહોનું ટ્રેલર તેમની સમક્ષ રજૂ કરવા માંગે છે.

દક્ષિણી શહેરોમાં મોટાભાગના તમિલ-તેલુગૂ-મલયાલમ ભાષી વસ્તી છે અને મુંબઇમાં હિંદી અને દક્ષિણી જનતા મિશ્ર છે, એટલા માટે ફિલ્મના ટ્રેલરના લોન્ચ માટે બધા શહેર આદર્શ પસંદગી છે.

રોમાચંક પ્રવાસની શરૂઆત મુંબઇથી થશે જ્યાં સુપરસ્ટાર પ્રશંસકો સાથે વાતચીત કરશે અને ઇન્ટરવ્યૂ બાદ, હૈદ્વાબાદ અને ચેન્નઇમાં ટ્રેલર લોન્ચ કરશે અને ત્યારબાદ કોચ્ચિ અને બેંગલોર જશે. સુપરસ્ટાર માટે બે અઠવાડિયા માટે ટૂરમાં વ્યસ્ત રહેશે જ્યાં તે પ્રશંસકો સાથે વાતચીત કરીશે અને પ્રેસ ઇન્ટરવ્યું અને ટ્રેલર લોન્ચ માટે પાંચ શહેરોનો પ્રવાસ કરશે.

સૌથી પ્રતીક્ષિત ફિલ્મોમાંથી એક છે. સાહોમાં સુપરસ્ટાર પ્રભાસ એક્શન કરતો જોવા મળશે. બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મને હિંદી, તમિલ અને તેલુગૂ ત્રણ ભાષાઓમાં શૂટ કરવામાં આવી છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ, મંદીરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરૂણ વિજય અને મુરલી શર્મા મનોરંજન પુરૂ પાડશે.

સાહો એક એક્શાન થ્રિલર ફિલ્મ છે, જેને ટી-સીરીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે તથા યૂવી ક્રિએશન્સ દ્વારા નિર્મિત અને સુજીત દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. શ્રદ્ધા કપૂર અને પ્રભાસ અભિનિત ફિલ્મ 30 ઓગસ્ટ 2019ના રોજ રિલીજ થવા માટે તૈયાર છે

(5:39 pm IST)