ફિલ્મ જગત
News of Thursday, 7th July 2022

આલિયાની પ્રેગ્નન્‍સીના સમાચાર સાંભળીને કરણ જોહર રડી પડયો

હું તેના બાળકને ખોળામાં લેવા માગુ છું : હું નાના બનવાનો છું

મુંબઇ તા. ૭ : કરણ જોહર અને આલિયા ભટ્ટ વચ્‍ચેના ખાસ સંબંધો કોઈનાથી છુપાયેલા નથી. સારા પ્રોફેશનલ રિલેશનશિપ ઉપરાંત બંને વચ્‍ચેના પર્સનલ સંબંધો પણ ઘણા ખાસ છે. કરણ ઘણી વખત કહી ચૂક્‍યો છે કે આલિયાને તે પોતાની દીકરી માને છે અને તેણે એક બાળકની જેમ ટ્રીટ કરે છે. તેમજ આલિયા પણ કરણને પોતાના પિતા સમાન માને છે. એક પિતા માટે તે સૌથી ખાસ ક્ષણ હોય છે, જયારે તેઓ દાદા-દાદી અથવા નાના-નાની બને છે. કરણે તાજેતરમાં ખુલાસો કર્યો કે આલિયાની પ્રેગ્નન્‍સી વિશે જાણીને તેનું રિએક્‍શન કેવું હતું.
કપૂર પરિવારમાં ટૂંક સમયમાં નાનકડા મહેમાનનું આગમન થશે. આલિયા ભટ્ટ મમ્‍મી બનવાની છે. લગ્નના બે મહિના પછી તેણે ફેન્‍સે આ ગુડ ન્‍યૂઝ આપી આヘર્યચકિત કરી દીધા છે. કરણ જોહર પણ નાના બનવાનો છે. ફિલ્‍મમેકરે તાજેતરમાં ખુલાસો કર્યો કે આ સમાચાર સાંભળીને તે રડી પડ્‍યો હતો. કેમ કે તે ક્ષણ ઘણી ઈમોશનલ હતી.
કરણે જણાવ્‍યું કે, હું આલિયાની પ્રેગ્નન્‍સીના સમાચાર સાંભળીને રડી પડ્‍યો હતો. તે મારી ઓફિસ આવી હતી. મને યાદ છે કે તે દિવસે જયારે તેણે મને આ ગુડ ન્‍યૂઝ આપ્‍યા અને મારી આંખમાં આસું આવી ગયા હતાં ત્‍યારે આલિયા મારી પાસે આવી મને હગ કર્યું. મેં કહ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તું બાળકને જન્‍મ આપવાની છે. એવું લાગે છે કે બેબીનું બેબી થવાનું છે. મારા માટે આ ઈમોશનલ ક્ષણ હતી.
કરણે વધુમાં જણાવ્‍યું કે, મેં તેને એક યુવતીમાંથી સારી આર્ટિસ્‍ટ અને એક આત્‍મવિશ્વાસી મહિલા બનતા જોઈ છે અને હું આલિયા પર પ્રાઉડ ફીલ કરૂં છું. હું તેના માટે પેરેન્‍ટ્‍સ સમાન છું. મેં તેનો ઊછેર કર્યો છે. જયારે તે ૧૭ વર્ષની હતી, ત્‍યારે તે મારી ઓફિસ આવી હતી. આજે તે ૨૯ વર્ષની છે અને તે ૧૨ વર્ષ અમારા બંને માટે ઘણા મેજિકલ રહ્યા છે, કેમ કે તેની સાથે મારૂં સ્‍ટ્રોન્‍ગ બોન્‍ડ છે. હું આલિયાના બાળકને ખોળામાં લેવા માટે રાહ જોઈ શકતો નથી. તે ક્ષણ ઘણી ખાસ હતી, જયારે હું પહેલી વખત મેં મારા બે બાળકોને ખોળામાં લીધા હતા, તે અનુભવ મારો આલિયાની બેબીની સાથે રહેવાનો છે.

 

(12:08 pm IST)