ફિલ્મ જગત
News of Wednesday, 7th July 2021

તાપસી પન્નુએ તેલુગુ ફિલ્મ 'મિશન ઇમ્પોસિબલ' કરી સાઈન

મુંબઈ: 2 જુલાઇએ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ હસીન દિલરૂબા ભારતની સૌથી વધુ જોવાયેલી ફિલ્મ રહી છે અને પ્રથમ ક્રમે ટ્રેન્ડ કરી રહી છે. હસીન દિલરૂબા વિનીલ મેથ્યુ દ્વારા દિગ્દર્શિત એક ખૂન રહસ્ય છે, જેમાં વિક્રાંત મેસી અને હર્ષવર્ધન રાણે અને તાપસી પન્નુ અભિનિત હતી. હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે તાપેસીએ નવી તેલુગુ ફિલ્મ સાઇન કરી છે. મૂવીનું નામ મિશન ઇમ્પોસિબલ છે. ફિલ્મનું નિર્દેશન સ્વરૂપ આરએસજે કરી રહ્યા છે, જ્યારે તેનું નિર્માણ નિરંજન રેડ્ડી અને અનેશ રેડ્ડી કરશે.

(5:26 pm IST)