ફિલ્મ જગત
News of Wednesday, 7th July 2021

૧૩ ઓગસ્ટે રિલીઝ થશે અજય દેવગનની ફિલ્મ 'ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા'

કોરોનાને કારણે અજયની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે

નવી દિલ્હી,તા.૭: જો તમે અજય દેવગનના ફેન્સ છો તો તમારા માટે ખુશખબર છે. એકટરની એક ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. જેના વિશે તમે જાણીને ખુશ થઈ જશો.

'ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા' ફિલ્મની રિલીઝ ડેટની સત્ત્।ાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ભુજ ૧૩ ઓગસ્ટે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ખબર સામે આવ્યા બાદ ફેન્સ ખુશ થઈ ગયા છે. કોરોના મહામારીને કારણે આ ફિલ્મ થિએટરમાં રિલીઝ કરવામાં આવી નથી.

આ ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત્।, નોરા ફતેહી, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર અને એમી વિર્ક વગેરે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની રિલીઝની જાહેરાત કરતા અજયે લખ્યુ છે કે ૧૯૭૧. અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ, ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિા ૧૩ ઓગસ્ટે માત્ર @disneyplushotstarvip પર રિલીઝ થઈ રહી છે. એટલે કે ફિલ્મ ૧૫ ઓગસ્ટના ખાસ તહેવાર પર ફેન્સને ભેટ આપવાની છે.

ફિલ્મની રિલીઝની જાહેરાતની સાથે એકટરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તોપોના અવાજની સાથે કેટલાક યુદ્દના સીન દેખાડવામાં આવ્યા છે. આ સાથે ફિલ્મના બધા કલાકારોનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ વીડિયોને ફિલ્મનું ટીઝર કહી શકાય છે. વીડિયોના અંતમાં અજય દેવગન અને બધા સ્ટાર્સના લુકને પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

(10:27 am IST)