ફિલ્મ જગત
News of Wednesday, 7th July 2021

કોરીયોગ્રાફીથી શરૂઆત કરી હતી રૂપલ ત્યાગીએ

અભિનેત્રી રૂપલ ત્યાગી ટીવી શો અને રિયાલીટી શોમાં કામ કરીને જાણીતી બની છે. તેના દરેક પાત્રોને દર્શકો પસંદ કરે છે. જો કે અભિનય શરૂ કર્યા પહેલા રૂપલે કારકિર્દીનો પ્રારંભ કોરિયોગ્રાફીથી કર્યો હતો. દંગલના શો રંજૂ કી બેટીયામાં હાલમાં તે ખાસ ભુીમકા નિભાવી રહી છે. રૂપલે કહ્યું હતું કે હું આમ તો પહેલેથી કોરીયોગ્રાફીને મહત્વ આપતી હતી. પરંતુ મારી અંદર એકટીંગનો કીડો હતો. ફિલ્મોમાં કોરીયોગ્રાફી શરૂ કર્યા પછી ટીવી શોમાં અભિનય કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ યાત્રા સરળ નહોતી. મને ખબર નથી કે મેં રિસીયલમાં કામ મેળવવા માટે કેટલા ઓડિશન આપ્યા હશે. ઉમરમાં હું નાની હતી એ કારણે મને નાની બહેનના રોલ વધુ મળતાં હતાં. જો કે સંઘર્ષનો સમય ઓછો હતો. આઠ મહિનામાં જ મને મુખ્ય ભુમિકાઓ મળવા માંડી હતી. મારા સહકલાકારો મારી અંદરના કોરીયોગ્રાફીના ટેલેન્ટનો પણ લાભ લઇ શકે છે. અમારી ટીમના લોકો તો એમ પણ કહે છે કે રંજૂ કી બેટીયામાં એક ઇન હાઉસ કોરિયોગ્રાફર છે.

(10:26 am IST)