ફિલ્મ જગત
News of Wednesday, 7th July 2021

હું શોધી રહી હતી એવી જ આ કહાની છેઃ ક્રિતી ખરબંદા

ટીવી પરદેથી ફિલ્મી પરદે પહોંચી સફળ થયેલા કલાકારોમાં વિક્રાંત મેસ્સીનું નામ પણ સામેલ છે. હાલમાં વિક્રાન્ત તેની ફિલ્મ ૧૪ ફેરેને લીધે લોકોની નજરમાં છે. આ ફિલ્મમાં તેની સાથે ક્રિતી ખરબંદા મુખ્ય ભુમિકામાં છે.  વિક્રાંત અને ક્રિતીની આ ફિલ્મ ડીજીટલ પ્લેટફોર્મ ઝીફાઇવ પર રિલીઝ થવાની છે.આ મહિનામાં જ આ ફિલ્મ રિલીઝ થઇ જશે તેવું નિર્માતા કહે છે. ફિલ્મનું નિર્દેશન દેવાંશુ સિંહે અને લેખન મનોજ કલ્વાણીએ કર્યુ છે. ઝી સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત આ એક સામાજીક કોમેડી ફિલ્મ છે.  જેમાં વિક્રાંતે સંજય અને ક્રિતીએ અદિતિનું પાત્ર ભજવ્યું છે. ક્રિતીએ કહ્યું હતું કે 'મેં જ્યારે '૧૪ ફેરે'ની સ્ટોરી વાંચી હતી ત્યારે હું એવી જ એક અલગ ફિલ્મને શોધી રહી હતી જેમાં ડ્રામા, ઇમોશન્સની સાથે મજબૂત પાત્ર હોય. અદિતિ મારી પર્સનાલિટીનો એક ભાગ બની ગઇ છે. આ સ્ટોરી ઝીફાઇવ પર લોકો જુએ એની હું રાહ જોઇ રહી છું. એક ભારતીય લગ્નમાં કેટલી ગડમથલ થાય છે એ જરા વિચારો, દર્શકોને ખરેખર ખૂબ જ મજા આવશે.

(10:26 am IST)