ફિલ્મ જગત
News of Wednesday, 7th July 2021

એ તમે નક્કી નહિ કરી શકોઃ કંગના

અભિનેત્રી કંગના રનોૈત  તેની ફિલ્મ ધાકડને કારણે ચર્ચામાં છે. બીજી ફિલ્મનું શુટીંગ પણ તેણે શરૂ કર્યુ છે. કંગના કહે છે સફળતા અને નિષ્ફળતામાંથી શું વધુ ખતરનાક હોય છે એ તમે નક્કી કરી શકતાં નથી. કંગના ફિલ્મોની સાથેં તેના સોશિયલ મીડિયાને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. વિવાદો અને કંગના એક સિક્કાની બે બાજુ જેવું ઘણીવાર લાગે છે.  તેણે ઇન્સ્ટાગ્રામ  પર લખ્યું હતું કે 'તમે નિષ્ફળ હશો તો લોકો તમને છોડી દેશે. લોકો તમારી સાથે ખરાબ વ્યવહાર કરશે અને આ દુનિયા તમને જીવવા નહીં દે. જો તમે ઊંચાઈ પર જશો અને સફળ થશો તો લોકો એનાથી ડરી જશે અને તમને નીચે લાવવા માટે ગમે તે કરશે. તેઓ તમને એકલા પાડી તમને ટાર્ગેટ બનાવી દેશે. આખરે તમારે એકલા જ રહેવું પડશે. એવું કહેવાય છેને કે વિજેતા હંમેશાં એકલો ઊભો રહે છે. તમે કોઈ દિવસ નક્કી નહીં કરી શકો કે સફળતા વધુ ખતરનાક છે કે નિષ્ફળતા.

(10:25 am IST)