ફિલ્મ જગત
News of Wednesday, 7th July 2021

જોગી થઇ ગયો બાળકોમાં ફેવરીટ

અભિનેતા અધ્વિક મહાજનને ઝી ટીવીના શો તેરી મેરી ઇક જિંદગીમાં ભજવેલા જોગીના પાત્રને કારણે સારી નામના મળી છે. આ શો શરૂ થયો ત્યારે ચેનલને એવી ધારણા હતી કે જોગીનું પાત્ર કે જે અધ્વિક ભજવે છે તે યુવાન છોકરીઓના દિલમાં વસે જશે. પરંતુ આ પાત્રને લઇને ધારણા કરતાં ઉલ્ટુ થયું છે. અધ્વિક ટીનેજર્સ અને બાળકોનો ફેવરિટ થઇ ગયો છે. ઝીટીવીએ કરેલા એક સર્વેમાં સામે આવ્યું હતું કે ૮ થી ૧૨ વર્ષની ઉંમરનાં બાળકોને જો કોઇ સૌથી વધારે ગમતું હોય તો એ છે જોગી. અધ્વિક કહે છે, 'મને પણ ખબર નહોતી કે હું બાળકોમાં આટલો બધો જાણીતો બની જઇશ. બાળકોને મારા હાવભાવ અને મારા કપડાની  સ્ટાઇલ ખુબ જ ગમી ગયા છે. હું બંને પગમાં અલગ અલગ શૂઝ પહેરું છું. એ જોઇને બાળકો પણ આવુ કરે છે. અધ્વિક મહાજનનું પાત્ર એક મસ્તફકીર યંગસ્ટરનું છે, જે સતત કલાક હસતો રહે છે. અધ્વિકને દિવસમાં સોથી વધુ મેસેજ આવે છે. એમાં જે ભાષા હોય એના પરથી ખબર પણ પડી જાય કે એ બાળકો દ્વારા લખાયેલા છે.

(10:25 am IST)