આવી રહી છે મનોવૈજ્ઞાનિક થ્રિલર સિરીઝ માફિયા
વેબ સિરીઝના શોખીનો માટે આવતા અઠવાડીએ વધુ એક મનોવૈજ્ઞાનિક થ્રિલર સિરીઝ આવી રહી છે. 'માફિયા' નામની આ સિરીઝ દસમી જુલાઇએ ઝી ફાઇવ પર સ્ટ્રીમ થશે. સિરીઝનું ટ્રેલર રિલીઝ થઇ ચુકયુ છે. જેમાં બે મિત્રોના રિયુનિયનની વાત જોવા મળી રહી છે. ટ્રેલરના પ્રારંભમાં જ બે મિત્રો એક ઘનઘોર જંગલમાં રિયુનિયન શોટ્સ સાથે જોવા મળે છે. પરંતુ હકિકતમાં આ બંને સારા મિત્રો છે કે કેમ? ટ્રેલરમાં એવું પણ દેખાડાયું છે કે આ મિત્રોનું ગ્રુપ માફિયા નામના સોશિયલ ડિડકશન ખેલની શરૂઆત કરે છે. નિર્માતાનો દાવો છે કે આ કહાની દર્શકોને છેક સુધી બાંધી રાખશે. રહસ્યમય મનોવૈજ્ઞાનિક થ્રિલર સિરીઝમાં કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે રમત દરમિયાન બેહોશ બનવાનો અભિનય કરી રહેલા એક મિત્રની સાચ્ચે જ હત્યા થઇ જાય છે. જીવનના આ ખેલમાં કોણ બચશે અને કોણ એક બીજાની સામે પડશે? તે જોવા મળશે. નિમિત દાસ, બીરસા દાસગુપ્તા, મધુરીમા રોય, ઇસા સાહા મુખ્ય રોલમાં છે.