ફિલ્મ જગત
News of Saturday, 7th July 2018

ફરીવાર આગોતરા જામીનની અરજી કરી મિથુન ચક્રવાતની પત્ની યોગીતાએ

મુંબઈ: વીતેલા દાયકાએાના ટોચના અભિનેતા મિથુન ચક્રવર્તની અભિનેત્રી પત્ની યોગીતા બાલી અને પુત્ર મહાક્ષય ઉર્ફે મીમોએ ફરી એકવાર આગોતરા જામીનની અરજી કરી હોવાની જાણકારી મળી હતી. આ બંને એ અગાઉ એકવાર મુંબઇ હાઇકોર્ટમાં કરેલી આગોતરા જામીનની અરજી કોર્ટે નકારી કાઢી હતી. હવે આ બંનેએ ફરી એકવાર દિલ્હી હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી જેથી પોતાની ધરપકડ થતી અટકાવી શકાય. એક ભોજપુરી અભિનેત્રીએ કોર્ટમાં કરેલા આક્ષેપો મુજબ મહાક્ષય ઉર્ફે મીમોએ એને સોફ્ટ ડ્રીન્કમાં ડ્રગ ભેળવીને બેહોશ કર્યા બાદ એના પર રેપ કર્યો હતો. એનો વિરોધ કર્યો ત્યારે મીમોએ એની સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી. એ પ્રેગનન્ટ થઇ ત્યારે એને ગર્ભપાત કરવાની ફરજ પાડવમાં આવી હતી અને મીમો તેમજ યોગીતા બાલીએ એને એવી ધમકી આપી હતી કે કોઇને આ વાત કરી તો તારી ખેર નથી. જાન ગુમાવવો પડશે. સંબંધિત મહિલાએ કોર્ટમાં ધા નાખી હતી કે આ લોકો વગદાર અને પહોંચેલા છે. મારા જાનને જોખમ છે. હું હજુ પણ મીમો સાથે પરણવા તૈયાર છું. મને ન્યાય અપાવો. મિથુન ચક્રવર્તી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હોવાથી આ અભિનેત્રીને એનો પરિવાર વગદાર લાગ્યો હતો. હવે મિથુનની પત્ની અને એના પુત્રે ફરી એકવાર આગોતરા જામીનની અરજી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

(5:43 pm IST)