ફિલ્મ જગત
News of Saturday, 7th July 2018

કપિલ દેવની બાયોપિક હવે રજૂ થશે 2020માં

મુંબઈ: હરિયાણા એક્સપ્રેસના હુલામણા નામે જાણીતા ભારતીય ક્રિકેટર કપિલ દેવની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ૧૯૮૩માં જીતેલા વર્લ્ડ કપ વિશેની ફિલ્મ લંબાઇ ગઇ હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મમાં ટોચનો અભિનેતા રણવીર સિંઘ કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ હવે ૨૦૨૦ના એપ્રિલની ૧૦મીએ રજૂ થશે એેવી માહિતી ગુરુવારે રણવીર સિંઘના બર્થ ડે પર ટ્વીટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ બનાવવાની જાહેરાત જોરશોરથી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ ફિલ્મ સર્જકોના ધ્યાનમાં આવ્યું હતું કે ૧૯૮૩માં બનેલી ઘટનાઓની વિગતો અને વિડિયો ક્લીપ્સ ેમેળવવાનું તથા જરૃરી સંશોધન કર્યા સિવાસ આ ફિલ્મ બનાવી શકાય એમ નથી. બજરંગી ભાઇજાન અને એક થા ટાઇગર જેવી સુપરહિટ ફિલ્મોના ડાયરેક્ટર કબીર ખાન આ ફિલ્મના ડાયરેક્ટર છે અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ એના નિર્માતા છે. આ ફિલ્મને હાલ ૮૩ ટાઇટલ આપવામાં આવ્યંુ છે.  ફિલ્મ બનાવવાની જાહેરાત થઇ ત્યારે રણવીર સિંઘે કપિલ દેવની હાજરીમાં કહ્યું હતું કે ભારતીય ક્રિકેટના ગૌરવદાયી ઇતિહાસનું એક સોનેરી પાનું રજૂ કરવાની અમને તક મળી રહી છે એ માટે અમે ઉત્તેજિત છીએ. આ ફિલ્મના વિવિધ કલાકારોની પસંદગી થઇ ચૂકી છે. તાજેતરમાં કપિલ દેવના કોચના રોલ માટે ટોચના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પસંદગી કરવામાં આવી હતી.

(5:01 pm IST)