ફિલ્મ જગત
News of Saturday, 7th July 2018

ઇન્સ્ટા પર 1.2 કરોડના ફોલોવર્સ થયા દિશા પટણીના

મુંબઈ: ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ અને સુપરહિટ ફિલ્મ બાગી ટુની હીરોઇન દિશા પટણીના ઇન્સ્ટાગ્રામ પરના ચાહકોની સંખ્યા વધીને એક કરોડ વીસ લાખ થઇ ગઇ હોવાની માહિતી મળી હતી. યંગ કલાકારોમાં દિશા પહેલી એવી અભિનેત્રી છે જેણે સોશ્યલ મિડિયા પર બહુ થોડા સમયમાં આટલા બધા ચાહકો મેળવી લીધા હતા. ટોચની ફેશન આઇકન હોવા ઉપરાંત ડાન્સર તરીકે પણ દિશા જાણીતી છે. એને પહેલી હિટ ફિલ્મ હતી એમ એસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી. ત્યારબાદ એણે બાગી અને બાગી ટુ કરી હતી. હવે એ સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા સાથે અલી અબ્બાસ ઝફરની ભારત ફિલ્મ કરી રહી છે. તાજેતરમાં એની એક વિડિયો ક્લીપ પણ સોશ્યલ મિડિયા પર ક્લીક થઇ હતી જેને જબ્બર પ્રતિભાવ મળ્યો તો. આ વિડિયો ક્લીપમાં એ છલાંગ લગાવતી નજરે પડી હતી. ઐાર એક વિડિયો ક્લીપમાં એ ખતરનાક સ્ટંટ કરતી નજરે પડી હતી. આ બંને ક્લીપને જોરદાર આવકાર સાંપડયો હતો. પોતાને મળેલી સફળતાથી એ ખુશ છે. એણે સોશ્યલ મિડિયા પર પોતાના ચાહકોનો આભાર માન્યો હતો.

(4:59 pm IST)