ફિલ્મ જગત
News of Saturday, 7th July 2018

હવે મરાઠી ફિલ્મોમાં જંપલાવ્યું અક્ષય કુમારે

મુંબઈ: પ્રિયંકા ચોપડા, કરણ જોહર, જ્હોન અબ્રાહમ, માધુરી દીક્ષિત જેવા તમામ અન્ય પણ જાણીતા કલાકાર અને નિર્માતા હાલ મરાઠી ફિલ્મોના દિવાના થઈ ગયા છે. મરાઠી સિનેમા માટે લખવામાં આવી રહેલ વાર્તાઓ અને તે ફિલ્મોને બનાવવાની રીત એટલી સુંદર છે કે તે ફિલ્મો દેશ સહિત દુનિયાભરમાં પ્રશંસા મેળવી રહી છે. ત્યારે હવે બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર પણ મરાઠી ફિલ્મને રજુ કરવા જઈ રહ્યો છે. અક્ષય કુમારે પણ મરાઠી ફિલ્મ નિહાળ્યા બાદ તેના નિર્માણનો વિચાર કર્યો. 
અક્ષય કુમારે મરાઠી ફિલ્મ ચુમ્બકના લોન્ચિંગ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરી. જે દરમિયાન અક્ષય કુમારને પુછવામાં આવ્યુ કે તમે મરાઠી ફિલ્મ સાથે જોડાવા જઈ રહ્યા છો અને આગળ મરાઠી ફિલ્મોમાં કામ પણ કરવા માંગો છો, તો શું તમે ક્યારેય મરાઠી ફિલ્મો પર રીસર્ચ કર્યુ છે કે પ્રથમ મરાઠી ફિલ્મ કઈ હતી? આ અંગે અક્ષયે જણાવ્યુ કે, તો તમે મરાઠી ફિલ્મને લઈ મારો ટેસ્ટ લો છો કે હું કેટલુ મરાઠી ફિલ્મો વિશે જાણું છું. 
અક્ષય કુમારે વધુમાં જણાવ્યુ કે, સાચુ કહું તો મને ખબર છે કે પ્રથમ મરાઠી ફિલ્મ કઈ હતી. ૧૯૧૨માં પ્રથમ મરાઠી ફિલ્મ આવી હતી, જેનુ નામ હતુ શ્રી પુન્ડરી. અક્ષયે વધુમાં જણાવ્યુ કે, મને પહેલી બોલતી મરાઠી ફિલ્મનુ પણ નામ યાદ છે, અયોધ્યા ચ રાજા પ્રથમ ટોકી મરાઠી ફિલ્મ હતી. ફિલ્મ ચુમ્બક અંગે વાત કરતા અક્ષયે જણાવ્યુ કે, જ્યારે મેં પ્રથમ વખત આ ફિલ્મ જોઈ તો ફિલ્મનુ પોસ્ટર જોયુ, જેમાં દેશ-દુનિયાભરના ફિલ્મ સમારોહમાં મળેલ પ્રશંસાના લખાણ હતા, જે ક્યારેય મારી ફિલ્મ સાથે નથી થયુ. મારી કોઈ ફિલ્મ આટલા બધા દુનિયાના ફિલ્મ ફેસ્ટિવલમાં નથી ગઈ. એટલે મને લાગ્યુ કે હું આ ફિલ્મથી પોતાનુ નામ જોડુ.

(4:58 pm IST)