ફિલ્મ જગત
News of Saturday, 7th July 2018

આ સુપરસ્ટારોએ જાહેરમાં પત્નીઓના હાથનો ચાખ્યો છે માર

મુંબઈ: પત્ની ભલેને આમ માણસની હોય કે કોઈ મોટા સુપરસ્ટારની હોય દરેક પુરુષ પત્ની સામે કઈ બોલી સકતા નથી. દરેક બૉલીવુડ સ્ટાર પોતાના ફેન્સના દિલો પર રાજ કરતા હોય છે પણ આજે તમને તેમના અંગત જીવનની અમુક વાત કરીએ છે જેને વિષે જાણી ને તમે પણ કહેશો ખરે ખર દરેક પુરુષ પત્ની સામે કઈ બોલી જ ના શકે.

અક્ષય કુમાર-ટ્વિન્કલ ખન્ના: આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારનું આવે છે ફિલ્મ અંદાજ અને મુજસે શાદી કરોગી દરમિયાન અક્ષય અને પ્રિયંકા ચોપરાના અફેરની વાતો આવી રહી હતી. આ વાતથી પત્ની ટ્વિન્કલ ખુબ જ ગુસ્સામાં ભરાઈ ગઈ હતી અને તેને મુંબઈમાં એક હોટેલમાં અક્ષયને થપ્પડ મારી હતી અને અક્ષયને ઘર છોડી દેવાની ધમકી આપી અને પ્રિયંકા સાથે એક પણ ફિલ્મ સાઈન કરવાની ના પડી હતી.

કરણ સિંહ ગ્રોવર-જેનિફર વિંગેટ: એક્ટર કરણ સિંહ ગ્રોવર પણ પૂર્વ પત્ની જેનિફર વિંગેટ ના હાથનો માર ખાધો છે. આ વાત ત્યારની છે ત્યારે બન્ને ટીવી શો દિલ મિલ ગઈ દરમિયાન એક બીજાને ડેટ કરતા હતા. જેનિફરે કરણને નિકોલ અને શ્રદ્ધાના લીધે થપ્પડ મારી હતી આ ઘટના પછી બન્ને જણાએ ઘણા સમય સુધી એક બીજા સાથે વાત ન હોતી કરી.

ઇમરાન હાસ્મી- પરવીન: બોલીવુડના સિરિયલ કિસર ઇમરાન હાસ્મી પણ પોતાની પત્ની પરવીનના હાથનો માર ખાધો છે આ વાતની ખુબ ઇમરાને જાહેર કર્યો છે કે મારી દરેક ફિલ્મની સ્ક્રીન વખતે મારી પત્ની પરવીને માટે થપ્પડ મારી છે.

(4:57 pm IST)