ફિલ્મ જગત
News of Saturday, 7th July 2018

મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સાથે એડ ફિલ્મ કરશે રણવીર સિંહ

મુંબઈ: વિશ્વ સુંદરી માનુષી છિલ્લરે જ્યારથી સુંદરતાનો આ તાજ જીત્યો છે, ત્યારથી લોકોએ ચર્ચા શરુ કરી દીધી હતી કે તે ટૂંકમાં જ ફિલ્મોમાં નજરે પડશે. 
થોડા સમય પહેલા અહેવાલ સામે આવ્યા હતા કે માનુષીએ કરણ જોહરની ફિલ્મ સાઈન કરી છે, જોકે બાદમાં માનુષીએ આ અહેવાલને રદીયો આપ્યો હતો. ત્યારે હાલ માનુષીની જોડી બોલીવુડ કલાકાર રણવીરસિંહ સાથે જામી ચુકી છે. એટલુ જ નહીં બન્નેએ સાથે શુટિંગ પણ પુરુ કરી લીધુ છે. જોકે આ કોઈ ફિલ્મ માટે નહીં પણ એક વિદેશી ફેશન બ્રાંડની એડ માટે શુટિંગ કરાયુ છે. જેમાં માનુષી અને રણવીરસિંહની જોડી સાથે જોવા મળનાર છે. 
માનુષીએ આ અંગે જણાવ્યુ કે, મને રણવીરસિંહ જેવા સ્ટાર સાથે એડ ફિલ્મમાં કામ કરવાની તક મળી. તેમની સાથે કામ કરીને ખૂબ જ મજા આવી. રણવીરની એનર્જી અને તેમનો ઔરા સામેવાળાને ખૂબ જ પોઝિટિવ બનાવી દે છે અને સ્ફુર્તિથી ભરી દે છે. આપને જણાવી દઈએ કે, માનુષી સાથે રણવીરની પ્રથમ મુલાકાત ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં રેડ કાર્પેટ પર થઈ હતી. જ્યારે માનુષી મિસ વર્લ્ડ બન્યા બાદ પ્રથમ વખત કોઈ મોટા એવોર્ડ સમારોહમાં હાજર રહી હતી. જે દરમિયાન રણવીરસિંહ અને માનુષીએ ડાંસ કરી ઠુમકા પણ લગાવ્યા હતા.

(4:57 pm IST)